બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / IAS Rajiv Kumar Gupta retired today

BIG NEWS / રાજ્યના સીનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તા થયા સેવા નિવૃત્ત, તેમનો ચાર્જ 2 અધિકારીઓને સોંપાયો

Vishnu

Last Updated: 07:51 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1986 બેચ IAS રાજીવકુમાર ગુપ્તા આજે સેવા નિવૃત થયા, સરકારમાં નિવૃત્તિ પછીનું પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે છે

  • IAS રાજીવકુમાર ગુપ્તા સેવા નિવૃત થયા 
  • ગુપ્તાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો

ગુજરાત સરકારના અધિકારીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વની ભૂમિકા ભજવી રહેલા IAS રાજીવકુમાર ગુપ્તા સેવા નિવૃત થયા છે. ગુપ્તાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાઈ દેવાયો છે.ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગનો ચાર્જ રાજ કુમારને આપવામાં આવ્યો છે જ્યારે હાલ IAS સંદિપ કુમારને સરદાર સરોવરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આમતો સરદાર સરોવરનો ચાર્જ જગદીશ પ્રસાદ ગુપ્તાને અપાયો છે પણ તે હાલ રજા પર હોવાથી ચાર્જ ત્યાં સુધી IAS સંદિપ કુમારને આપવામાં આવ્યો છે.

PM નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી તરીકેની હતી ઓળખ
સચિવાલયના સૂત્રો પ્રમાણે રાજીવકુમાર ગુપ્તા PM નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી માનવામાં આવે છે તેથી ગુજરાતમાં તેમને મહત્વની જવાબદારી મળવાની શક્યતા વધી જાય છે.આ ઉપરાંત જ્યારે પણ PM મોદી કેવડિયા આવે ત્યારે રાજીવકુમાર ગુપ્તા હંમેશા તેમની સાથે જોવા મળતા હોય છે. ગુપ્તા એક એવા અધિકારી છે કે જેઓ એક સમયે ચીફ સેક્રેટરીના દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમની જ બેચના પંકજકુમારને પસંદ કર્યા ત્યારે રાજીવકુમાર ગુપ્તાને ઉદ્યોગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે તેમને નર્મદા નિગમના MDની પણ જવાબદારી આપી હતી.   

પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે
મળતી જાણકારી પ્રમાણે ભલે આજે તેઓ નિવૃત્ત થયા છે પરંતુ તેમને સરકારમાં નિવૃત્તિ પછીનું પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે છે.

કોણ છે સેવા નિવૃત્ત થનાર રાજીવ કુમાર ગુપ્તા 
રાજીવ કુમાર ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ પણ 1986 બેચના છે અને તેઓ ઈન્ડસ્ટ્રીઝ & માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા તથા વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ