બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'I will kill with a dumper', mining mafia officer attacked for stealing sand from Sabarmati river

અમદાવાદ / 'ડમ્પર ચઢાવીને મારી નાખીશ', સાબરમતી નદીમાંથી બેફામ રેતી ચોરી કરતા ખનન માફિયાનો અધિકારી પર હુમલો

Mehul

Last Updated: 07:06 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના સરગાસણમાં ખનનમાફિયાને રોકવા ગયેલા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર હુમલો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.માફિયાએ આપી મારી નાખવાની ધમકી

  • ખનન માફિયાનો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર હુમલો
  • અધિકારીઓની નજર સામેથી ડમ્પર રેતી લઇ નાસી ગયા
  • માફિયાની  અધિકારીને મારી નાખવાની ધમકી આપી

સાબરમતી નદીમાં પરમિશન વગર ગેરકાયદે રીતે રેતી ચોરી કરીને વેચી દેવાનું કૌભાંડ ઘણા વર્ષોથી ચાલે છે. જેનો પર્દાફાશ પણ અનેક વખત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગે કર્યો છે. અનેક વખત ખનન માફિયા પર તવાઇ આવી હોવા છતાંય તેઓ સુધરવાનું નામ નથી લેતા અને નદીને ખોખલી કરી રહ્યા છે. ગઇ કાલે ખનનમાફિયાને રોકવા ગયેલા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર હુમલો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ ગઇ કાલે બે ડમ્પર રોક્યાં હતાં. જેમાં 54 ટન રેતી હતી. ડમ્પરચાલકોએ તે રેતી સાબરમતી નદીમાંથી ચોરી કરી હોવાનું સામે આવતાં અધિકારીએ કાર્યવાહી શરૂ કરી હતી ત્યારબાદ મામલો બીચક્યો હતો. 

 

ગાંધીનગર જિલ્લાના સરગાસણ ખાતે આવેલા સંગાથ ટેરેસમાં રહેતા અને અમદાવાદમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા યશકુમાર જોશીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધ્રુવેશ પટેલ સહિત ચાર શખ્સ વિરુદ્ધ ચોરી, મારામારી, ધમકી તેમજ ધ માઇન્સ એન્ડ મિનરલસ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. યશકુમાર ગેરકાયદે ખનીજ ચોરીને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઇન્દિરાબ્રિજ બાજુથી બે ડમ્પર નંબર પ્લેટ વગરનાં નીકળ્યાં હતાં. યશકુમારે બંને ડમ્પર ચાલકને રોક્યા હતા. જેમાં કુલ 54 ટન રેતી ભરી હતી. ડમ્પર ચાલક પાસેથી યશકુમારે રેતીની રોયલ્ટીના પુરાવા માગ્યા હતા. ચાલકોએ રોયલ્ટીના પુરાવા આપવાની જગ્યાએ તેમના શેઠ સાથે વાતચીત કરવા માટેનું જણાવીને ફોન લગાવી દીધો હતો. યશકુમારે ડમ્પરચાલકના શેઠ એવા ખનન માફિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દેતાં ડમ્પર સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. 

યશકુમારની કાર્યવાહી ચાલુ હતી ત્યારે નિકોલનો ધ્રુવેશ પટેલ વર્ના કાર લઇને આવ્યો હતો અને સાહેબ સાથે વાતચીત કરવાનુ કહીને યશકુમારને પોતાનો ફોન આપ્યો હતો. યશકુમારે ફોન પર વાત નહીં કરતાં મામલો બીચક્યો હતો. ધ્રુવેશ પટેલે બંને ડમ્પરચાલકોને નાસી જવા માટે જણાવ્યું હતું જ્યારે યશકુમારે તેમને નહીં જવાનું કહ્યું હતું. ધ્રુવેશના ઇશારે બંને ચાલકો ડમ્પર લઇને નાસી ગયા હતા. દરમિયાનમાં ધ્રુવેશ પણ કારમાં બેસીને નાસી જવાની કોશિશ કરતાં યશકુમારે તેને રોકવાની કોશિશ કરી હતી. ધ્રુવેશે યશકુમાર સાથે મારામારી કરીને તેમને ધક્કો મારીને પાડી દીધા હતા અને કારમાં બેસી ગયો હતો. 

કારમાં બેસતાંની સાથે જ ધ્રુવેશ પટેલે ધમકી આપી હતી કે અમારી માટી ભરેલાં ડમ્પર રોકશો તો તમારા પર ડમ્પર ચઢાવી દઇશું અને જાનથી મારી નાખીશું. યશકુમારે તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. એરપોર્ટ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જ્યાં તેમણે ધ્રુવેશ પટેલ સહિત ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ખનન માફિયાઓ નંબર પ્લેટ વગરનાં વાહન રાખે છે

યશકુમાર પેટ્રોલિંગમાં હતા ત્યારે બે રેતી ભરેલાં ડમ્પર નીકળ્યાં હતાં જેમાં નંબર પ્લેટ હતી નહીં. યશકુમારે તેમને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. ખનન માફિયાઓની હવે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તે નંબર પ્લેટ વગરનાં ડમ્પર તેમજ વાહનોનો ઉપયોગ કરે છે. હાલ જે ડમ્પરને ભગાડી દેવામાં આવ્યાં છે તે કોનાં હતાં તેની જાણ ધ્રુવેશ પટેલની ધરપકડ બાદ થઇ શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ