બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / How will Gujarat learn due to shortage of teachers? If there is no permanent system of knowledge support then when will there be permanent recruitment? TET-1 pass candidates trust God

મહામંથન / શિક્ષકની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત? જ્ઞાનસહાયક કાયમી વ્યવસ્થા નથી તો કાયમી ભરતી ક્યારે? ટેટ-1 પાસ ઉમેદવારો ભગવાન ભરોસે

Vishal Khamar

Last Updated: 09:49 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પર ટેટ-2 નાં આધારે શિક્ષકોની ભરતી કરી છે. પરંતું ભરતી બાકી હોય એવા ટેટ-1 પાસ ઉમેદવારોનું શું?શિક્ષકની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત?

ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગ એવો છે કે જેમાં નિવૃતિ માટેની બે જ તારીખ નિશ્ચિત છે, 31 ઓક્ટોબર અથવા તો 31 મે. હવે ભલે ટૂંક સમયમાં દિવાળી વેકેશન પડશે પરંતુ શિક્ષકોની ઘટનો પ્રશ્ન ફરી ઉપસ્થિત થશે. હવે રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા ખતમ કરીને જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કર્યું છે. જ્ઞાન સહાયકની નિમણૂંક ઉમેદવારોએ સ્વીકારી તો છે પરંતુ અંદરખાને તો દરેક ઉમેદવાર એવું જ ઈચ્છી રહ્યો છે કે અમારી કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. 

  • રાજ્યમાં ફરી શિક્ષકોની ઘટનો પ્રશ્ન
  • સરકારની જ્ઞાન સહાયક યોજનાનો અમલ થશે
  • પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા હવે પૂરી થશે

અહીં સરકારને પ્રશ્ન એટલા માટે પૂછવો પડે કારણ કે એક તરફ સરકાર વિધાનસભામાં એવું સ્વીકારી રહી છે કે રાજ્યમાં 926 શાળા એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે અને બીજી તરફ પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક જેવી વ્યવસ્થાઓ દાખલ કરી રહી છે. એકને એક બે જેવી વાત છે કે શિક્ષકોની ઘટ હશે તો તમારી શાળા ગમે તેવી સ્માર્ટ હશે, તમારી માળખાકીય સુવિધાઓ ગમે તેવી મજબૂત હશે તેનો કોઈ અર્થ સરશે નહીં. શિક્ષકોની ઘટ હશે જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા તો બહોળી જ રહેવાની એટલે વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન ઘટશે. કદાચ તેનું પરિણામ એ પણ આવે કે વિદ્યાર્થી ખાનગી ટ્યૂશન તરફ આકર્ષાય. એટલે તમામ ઘટમાળની વચ્ચે સરકારને પ્રશ્ન એટલો જ છે કે શિક્ષકોની ઘટ હશે તો સારુ શિક્ષણ કેવી રીતે મળશે? 

રાજ્યમાં ફરી શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે.  સરકારની જ્ઞાન સહાયક યોજનાનો અમલ થશે. પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા હવે પૂરી થશે. સરકાર દાવો કરી રહી છે કે જ્ઞાન સહાયક કાયમી વ્યવસ્થા નથી. બીજી તરફ કાયમી ભરતી બાબતે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે. સરકાર શિક્ષકોની કાયમી ભરતી ક્યારે કરશે તેનો કોઈ ફોડ પાડતી નથી.

  • સરકાર દાવો કરી રહી છે કે જ્ઞાન સહાયક કાયમી વ્યવસ્થા નથી
  • બીજી તરફ કાયમી ભરતી બાબતે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે
  • સરકાર શિક્ષકોની કાયમી ભરતી ક્યારે કરશે તેનો કોઈ ફોડ પાડતી નથી

શિક્ષક સંઘ શું કહે છે?
આ બાબતે પ્રાથમિક શિક્ષક સંઘે કહે છે કે, પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે.  સરકારે ટેટ-2ના આધારે શિક્ષકોની ભરતી કરી છે. ટેટ-1ના પણ ઘણા ઉમેદવાર છે જે પાસ થયા છે. ધોરણ 1 થી 5માં શિક્ષકોની ઘટ છે. ધોરણ 1 થી 5માં ટેટ-1ના ઉમેદવારોની ભરતી થાય તેવી રજૂઆત છે.  સરકાર શિક્ષકોની ઝડપી ભરતી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. 

  • પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
  • સરકારે ટેટ-2ના આધારે શિક્ષકોની ભરતી કરી છે
  • ટેટ-1ના પણ ઘણા ઉમેદવાર છે જે પાસ થયા છે

ટેટ-1ના ઉમેદવારો સાથે અન્યાય?
સરકારે માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની વરણી કરી નાંખી છે. પ્રાથમિકમાં પણ અરજી મંગાવ્યા બાદ ટૂંક સમયમાં ફાળવણી કરવામાં આવી છે.  પ્રાથમિક શિક્ષકની ભરતીમાં ટેટ-1 પાસ ઉમેદવારોની બાદબાકી થઈ છે.  ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ટેટ-1ના 2769 ઉમેદવાર પાસ થયા છે.  સરકારે ધોરણ 1 થી 8માં જે ભરતી કરી તે તમામ ટેટ-2 પાસ ઉમેદવારો છે. નિમ્ન પ્રાથમિક વિભાગ માટે ટેટ-1 પાસ ઉમેદવાર હકદાર ગણાય છે. ટેટ-1 પાસ ઉમેદવારોને ઉચ્ચ ગુણાંક આવ્યા છતા જ્ઞાન સહાયકની અરજીથી દૂર રખાયા હતા.  શિક્ષણ વિભાગે આ અંગે બેઠક બોલાવી છે જેમાં વિચારવિમર્શ થશે.

નવી શિક્ષણનીતિમાં શિક્ષકો અંગે શું જોગવાઈ?

  • નવી શિક્ષણનીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવો જોઈએ
  • શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી
  • શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો 30:1થી ઓછો થાય તેવો પ્રયાસ
  • સામાજિક-આર્થિક પછાત વિદ્યાર્થીઓ છે ત્યાં રેશિયો 25:1થી ઓછો કરવા પ્રયાસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ