બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / how to use digilocker know these benefits of online document store

તમારા કામનું / ડોક્યુમેન્ટ ખોવાઈ જવાની કોઈ ચિંતા જ નહીં, ડિજિલોકરમાં આ રીતે બનાવો એકાઉન્ટ, જાણો પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 03:15 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ લોકર એક એવી સિસ્ટમ છે, જ્યાં તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સલામત અને સુરક્ષિત રહી શકે છે. સરકારે લાઇસન્સની હાર્ડકોપી રાખવાની જરૂરિયાતને રદ્દ કરી દીધી છે. જે માટે તમારે ફક્ત તમારા દસ્તાવેજોની એક કોપી ડિજિલોકરમાં રાખવી પડશે.

ડિજિલોકર (DigiLocker) એટલે કે ડિજિટલ લોકર એક એવી સિસ્ટમ છે, જ્યાં તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સલામત અને સુરક્ષિત રહી શકે છે. જો તમે ઉતાવળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની આરસીબુક ઘરે ભૂલી જાઓ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે લાઇસન્સની હાર્ડકોપી રાખવાની જરૂરિયાતને રદ્દ કરી દીધી છે. જે માટે તમારે ફક્ત તમારા દસ્તાવેજોની એક કોપી ડિજિલોકરમાં રાખવી પડશે.

ડિજિલોકરમાં રહેલ ડોક્યુમેન્ટને વાસ્તવિક ડોક્યુમેન્ટ સમાન માનવામાં આવે છે. આ કારણોસર ડોક્યુમેન્ટ હાર્ડકોપીમાં રાખવાની જરૂર ઊભી થતી નથી. ડિજિલોકર એક પ્રકારનું વર્ચ્યુઅલ લોકર છે, જે જુલાઈ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ડિજિલોકરમાં તમે પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ અથવા અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ સાચવીને રાખી શકો છો.

ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું

  • ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે www.digilocker.gov.in વેબસાઈટ પર સાઈનઅપ કરવાનું રહેશે. 
  • હવે જરૂરી ડિટેઈલ એન્ટર કરીને પિન તથા OTP સબમિટ કરો. 
  • હવે આધારનંબર એન્ટર કરો, જેથી તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે. 
  • જ્યાં તમને તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ મળી જશે. 
  • ડિજિલોકર એપ્લિકેશનમાં શિક્ષણ બોર્ડ તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક અને એકેડમિક સર્ટીફિકેટ મળી શકે છે. 
  • આ એપ્લિકેશનની મદદથી તમે સરળતાથી સાઈનઅપ કરી શકો છો, જે તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે. 
  • આ એપ્લિકેશનમાં OTP અને પાસવર્ડની સુવિધા હોવાથી તમામ દસ્તાવેજ સુરક્ષિત હોય છે.

વધુ વાંચો: હવેથી દેશના આ ગામમાં દારૂ પીવા પર મૂકાયો પ્રતિબંધ, ફટકારાશે રૂ. 5000 સુધીનો દંડ

આ રીતે ડોક્યૂમેન્ટ સેવ કરો
ડિજિલોકરમાં તમારા દસ્તાવેજને સેવ કરવા માટે તમારે દસ્તાવેજોને સ્કેન કરવા પડશે. તમારા ડોક્યુમેન્ટનો ફોટો ક્લિક કરો અને પછી તેને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડિજિલોકરમાં તમે તમારી 10માં, 12માં, ગ્રેજ્યુએશનનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ઘણાં દસ્તાવેજો સેવ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ