બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / new initiative fine will be imposed on those who drink alcohol

ઉત્તરાખંડ / હવેથી દેશના આ ગામમાં દારૂ પીવા પર મૂકાયો પ્રતિબંધ, ફટકારાશે રૂ. 5000 સુધીનો દંડ

Manisha Jogi

Last Updated: 01:48 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાવર્ગ દારૂ પીવાને તેમનું સ્ટેટસ, સિંબોલ અને ટેન્શન દૂર કરવાનું સાધન સમજી રહ્યા છે. આ ગામની મહિલાઓએ કાર્યક્રમમાં દારૂ પીવડાવવામાં આવે તો દંડ ફટકારવાની માંગ કરી છે તથા દારૂ પર પ્રતિબંધ મુકવાની ચેતવણી પણ આપી છે.

યુવાવર્ગ દારૂ પીવાને તેમનું સ્ટેટસ, સિંબોલ અને ટેન્શન દૂર કરવાનું સાધન સમજી રહ્યા છે. મહિલાઓ પારિવારિક કલેશના કારણે દારૂનો વિરોધ કરે છે. આ ગામની મહિલાઓએ કાર્યક્રમમાં દારૂ પીવડાવવામાં આવે તો દંડ ફટકારવાની માંગ કરી છે તથા દારૂ પર પ્રતિબંધ મુકવાની ચેતવણી પણ આપી છે. 

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના પીપલરોટીના બંડ વિસ્તારના જૈસાલ ગામની વાત કરવામાં આવી રહી છે. આ ગામમાં દારૂ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે તો તેના પર 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તથા તે વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે. જૈસાલ ગામના મહિલા મંગલ દલે આ નિર્ણય કર્યો છે. જૈસાલ ગામ પીપલકોટીથી 7 કિલોમીટર દૂર આવેલું છે, આ ગામમાં હાલમાં 80 પરિવાર રહે છે. મહિલાઓએ બેઠક કરીને જણાવ્યું કે, હાલમાં પહાડોમાં દારૂનું ચલણ વધી રહ્યું છે. બાળકના જન્મથી લઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ દારૂ વગર કોઈ કામ થતું નથી. આ પરિસ્થિતિને જોતા દારૂ ના પીવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો: 'જા, પહેલા 10 કિલો વજન ઓછું કર પછી રાહુલ ગાંધીને મળવાની વાત કરજે': કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

મહિલા મંગલ દલની અધ્યક્ષ દમયંતી દેવીએ જણાવ્યું કે, યુવા પેઢી દારૂના નશામાં બરબાદ થઈ રહી છે. સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સામાજિક તથા અન્ય કાર્યક્રમમાં દારૂ પીવાની ફરિયાદ મળે તો તે પરિવારે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ગામમાં જે વ્યક્તિ દારૂ પીને આવશે તે વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે. મહિલાઓએ ચમોલી અને કોતવાલી પીપલકોટીથી આવતા લોકોનું ચેકિંગ કરવાની માંગ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ