બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ખોરાક અને રેસીપી / how to reuse leftover frying oil according to fssai

સાવચેતી / વપરાયેલા તેલનો ફરી ઉપયોગ કરવાની સાચી રીત કઈ? આવી રીતે વાપરજો નહીં થાય નુકસાન, સરકારે આપી જાણકારી

Manisha Jogi

Last Updated: 02:45 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના ઘરોમાં આ તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. તેલનો બગાડ કેવી રીતે રોકવામાં આવે, તે અંગે વિડીયો શેર કરીને જાણકારી આપવામાં આવી છે.

  • ભારતીય ઘરોમાં તેલ વગર ભોજન અધૂરું
  • સૌથી વધુ તેલનું નુકસાન
  • જાણો તેલનો ફરી ઉપયોગ કરવાની રીત

ભારતીય ઘરોમાં તેલ વગર ભોજન અધૂરું ગણવામાં આવે છે. તહેવાર હોય કે કોઈ ખાસ પ્રસંગ, તળેલી વાનગી જરૂરથી બને છે. જેમાં સૌથી વધુ નુકસાન તેલનું થાય છે. હાઈ સ્મોકિંગ પોઈન્ટ પર જે તેલનો ઉપયોગ કરવામાં આવે તે તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો આરોગ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. ખૂબ જ ઓછા ઘરોમાં આ તેલ ફેંકવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં આ તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. તેલનો બગાડ કેવી રીતે રોકવામાં આવે, તે અંગે FSSAIએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને જાણકારી આપી છે. 

ફ્રાય કરેલ તેલનો ફરીથી ઉપયોગ

  • FSSAIએ વિડીયોમાં જણાવ્યું છે કે, કોઈપણ કૂકિંગ ઓઈલનો એક જ વાર તળવા માટે ઉપયોગ કરવો જોઈએ.
  • આ તેલનો ફરીથી ઉપયોગ કરવા માટે તે તેલ ફિલ્ટર કરેલ હોવું જોઈએ, જેથી તમામ બળી ગઈલ ફૂડ પાર્ટિકલ ફિલ્ટરમાં નીકળી ગયા હશે. 
  • જે તેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તે તેલ માત્ર શાક બનાવવા માટે જ વાપરવું જોઈએ. 
  • ફરીથી હાઈ હીટ પર તેલનો ઉપયોગ ના કરવો જોઈએ. 
  • આ તેલ ફરીથી માત્ર બે દિવસમાં જ વાપરી લેવું જોઈએ. 
  • તેલ ફરીથી વાપરવું હોય તો ધીમા તાપમાને જ વાપરવું જોઈએ, જેથી તેલમાંથી ધુમાડો ના નીકળે. 
  • હંમેશા તળવા માટે સ્ટીલના વાસણનો ઉપયોગ કરો.
  • લોખંડના વાસણમાં ના તળવું. આ પ્રકારે કરવાથી તેલમાંથી અલગ ગંધ આવે છે, જેથી તેલનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી ને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ