ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / How the day of death became special for lovers all over the world

Valentine Day / મોતનો દિવસ દુનિયાભરમાં પ્રેમીઓ માટે કઈ રીતે બની ગયો ખાસ? ફાંસીની સજા બાદ 'અમર' થઈ ગયા સંત

Published By: Sanjay Vibhakar

Last Updated: 12:34 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે અને સમાપ્ત વેલેન્ટાઈન ડેનાં દિવસે થાય છે. જાણો, આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ.

ADVERTISEMENT

  • વેલેન્ટાઈન દિવસને પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • સંતે રોમનાં લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા
  • રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી દીધી

વેલેન્ટાઈન દિવસને પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના સાથીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ઘણા પ્રેમીઓ આ દિવસની રાહ જોતાં હોય છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે અને સમાપ્ત વેલેન્ટાઈન ડેનાં દિવસે થાય છે. જાણો, આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. 

રોમમાં વેલેન્ટાઈન નામના એક સંત 
'ઓરિયા ઓફ જેકોબસ ડી વરાજિન' નામની આ બુક પ્રમાણે રોમમાં એક પાદરી સંત હતા. આ સંતનું નામ વેલેન્ટાઈન હતું. આ સંત પ્રેમને ઘણું મહત્વ આપતા હતા. પરતું આ શહેરનાં રાજા ક્લાઉડિયસને આ બિલકુલ પસંદ ન હતું. તેમનું માનવું એવું હતું કે પ્રેમ અને લગ્નનાં કારણે પુરુષોની બુદ્ધિ ઓછી થઈ જાય છે. તેથી રાજ્યનાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા ન હતા. 

સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી 
જ્યારે આ વાતની જાણ સંત વેલેન્ટાઈનને થઈ, ત્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો. આ સાથે તેણે રોમનાં લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા. તેણે ઘણા સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી દીધી. આ ઘટના બાદ આ દિવસ વેલેન્ટાઈન ડે તરીકે એટકે કે પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

વાંચવા જેવું: પ્રેમી પંખીડાની મુંઝવણ દૂર, વેલેન્ટાઈન ડે પર આ બધી આકર્ષક ગિફ્ટસ્ આપી શકાય, જુઓ લિસ્ટ

જાણો વેલેન્ટાઈન ડેનું મહત્વ 
જે રીતે લોકો દિવાળી, હોળી અને ઉતરાયણ જેવા તહેવાર ઉજવે છે. તેવી જ રીતે પ્રેમનાં દિવસ તરીકે વેલેન્ટાઈન ડે પણ ઉજવવામાં આવે છે. આ દિવસને યાદગાર બનાવવા ઘણા લોકો બહાર પ્રવાસ પર પણ જાય છે. ઘણા લોકો તેમના સાથીને કોઈ ગિફ્ટ પણ આપે છે. લોકો અલગ-અલગ રીતે વેલેન્ટાઈન ડે ઉજવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Valentine day valentine week રાજા ક્લાઉડિયસ લાઇફસ્ટાઇલ સંત વેલેન્ટાઈન Valentine Day

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ