બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / How much water in state dams including Sardar Sarovar? Dry signal for farmers, Gujarat government alert

જળ સંગ્રહ / સરદાર સરોવર સહિત રાજ્યના ડેમમાં કેટલું પાણી? ખેડૂતો માટે સૂકા સંકેત, ગુજરાત સરકાર થઈ સતર્ક

Vishal Khamar

Last Updated: 05:27 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં જુલાઈ મહિનાં સુધી મેઘરાજાએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસ્યા હતા. ત્યારે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા હવે રાજ્યનાં જળાશયોમાં પણ 50 ટકા ઓછું પાણી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા હાલ જળાશયોની સ્થિતિ પર સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

  • જળાશયોની સ્થિતી પર સરકારની નજર
  • વરસાદ ખેંચાતા અનેક જળાશયો ખાલી
  • ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ
  • રાજ્યમાં 42 ડેમમાં 50% કરતા ઓછું પાણી 

મેઘરાજા રિસાયા હોય તેમ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. જેથી જગતનો તાત એવો ખેડૂત ચિંતીત બન્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા ભાવે બિયારણ ખરીદી કરી ખેતરમાં પાકની વાવણી કરી છે. ત્યારે હવે રાજ્યનાં 42 જેટલા જળાશયોમાં પણ હવે 50 ટકા કરતા ઓછું પાણી છે. તેમજ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 80.97 ટકા જળ સંગ્રહ છે. તેમજ કચ્છનો ટપ્પર ડેમ, અરવલ્લીનો મેશ્વો ડેમમાં 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે. જ્યારે સાબરકાંઠાનો હાથમતી ડેમ, મોરબીનાં બ્રહ્માણી ડેમમાં પણ 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે.

બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ચોમાસાની પેટર્નને ખોરવી નાંખી
રાજ્યમાં બિપોરજોય વાવઝોડાએ સમગ્ર ચોમાસાની પેટર્નને ખોરવી નાંખી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાનાં કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ઓગસ્ટ મહિનામાં મેઘ મહેર ન થતા ધરતીનો તાત એવો ખેડૂત ચિંતીત બન્યો છે. ખેતી પર આધારીત એવા ઉત્તર ગુજરાતમાં વરસાદ ન પડવાથી પાણીની તંગી સર્જાય  છે. સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જીલ્લાનાં ગામડાઓમાં પાણી માટે લોકોએ રઝળપાટ કરવી પડે છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે 10 કલાક વીજળી આપો અથવા તો કેનાલ મારફતે પાણી આપવાની માંગણી કરી છે. 

સુજલામ સુફલામ યોજનાની કેનાલમાં પાણી છોડવા પત્ર લખી કરી રજૂઆત
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોક ચૌધરીએ મહેસાણા જીલ્લા વિસ્તારમાં પાણી છોડવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં સુજલામ સુફલામ યોજનાની કેનાલ મારફતે કેનાલમાં પાણી છોડવા અશોક ચૌધરીએ પત્ર લખી રજૂઆત કરી હતી. તેમજ વધુમાં તેઓએ પત્રમાં લખ્યું હતું કે જીલ્લામાં અપૂરતા વરસાદને લઈ ખેતરમાં ઉભા પાક સામે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે તાત્કાલિક પાણી નહિ છોડવામાં આવે તો પાક સામે ગંભીર સ્થિતિ ઉભી થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ