બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / How did Tunisha Sharma die? Postmortem report came out, suspense over the suicide

હત્યા કે આત્મહત્યા? / કઈ રીતે થઈ તુનિશા શર્માની મોત? સામે આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સુસાઇડ પર સસ્પેન્સ ઘેરાયું

Megha

Last Updated: 11:46 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિશાના મૃત્યુ પછી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોડી રાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં સવારે લગભગ 1:30 વાગ્યે શરૂ થયું અને લગભગ 4 વાગ્યા સુધી ચાલ્યું.

  • તુનિશાના મૃત્યુ પછી મૃતદેહનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું 
  • આટલી કલાક ચાલ્યું પોસ્ટમોર્ટમ 
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કારણ 
  • તો શું તુનિશા ડિપ્રેશનમાં હતી?

ટીવી જગતને વધુ એક મોટા ચહેરાની ખોટ પડી છે. 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે મેકરુપમાં ગળેફાંસો આપઘાત કરી લેતા શોક વ્યાપ્યો હતો. આ ચોંકાવનારા સમાચાર આવતા જ તમામના હોશ ઉડી ગયા છે. 20 વર્ષની નાની ઉંમરે એવું તે વળી શું દુઃખ આવ્યું કે આમ અચાનક તુનિશાએ મોતને વ્હાલું કરી લીધું તે સવાલ લોકોના મનમાં ઘોળાઈ રહ્યો છે. તુનિશા શર્મા કેસમાં હવે આપઘાત માટે ઉશ્કેરણી તથા હત્યાના એંગલથી પણ પોલીસ તપાસમાં જોતરાઈ છે. માત્ર 20 વર્ષની વયે અભિનેત્રીને એવું તો કયું ડિપ્રેશન હતું કે તેણે આવું પગલું ભર્યું તે માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે કોઈ જ સુસાઇડ નોટ મળી નથી. 

આટલી કલાક ચાલ્યું પોસ્ટમોર્ટમ 
આ બધા વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રીના મૃત્યુ પછી તેના મૃતદેહનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એ પછી તુનિશાની માતા સહિત બીજા બધા લોકો પોસ્ટ મોર્ટમ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ બહાર આવી શકે તેમ છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ શા માટે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. દરેક સવાલો જાણવા માટે અભિનેત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોડી રાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં સવારે લગભગ 1:30 વાગ્યે શરૂ થયું અને લગભગ 4 વાગ્યા સુધી ચાલ્યું. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કારણ 
જો કે હાલમાં વિસેરાને સાચવી રાખવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તુનિશાએ આત્મહત્યા કરી હતી કે શું?. એ પછી તેનું કેમિકલ એનાલિસિસ કરવામાં આવશે. આ સિવાય હાલ મુંબઈ પોલીસના સૂત્રોની વાત માનીએ તો પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમના પ્રારંભિક તારણો મુજબ તુનીશાના મૃત્યુનું કારણ hanging સામે આવ્યું છે. 

તો શું તુનિશા ડિપ્રેશનમાં હતી?
માત્ર પોલીસ જ નહીં પણ હવે દરેક લોકો અભિનેત્રીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે તુનીશા ડિપ્રેશનમાં હતી અને તેથી જ તેણે આત્મહત્યા કરી લીધી પણ સત્ય શું છે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ દાવો કરવામાં આવી રહ્યો છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘણા રહસ્યો સામે આવી શકે છે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે તુનિષાના મૃત્યુ બાદ તેની માતાએ એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. જે બાદ પોલીસ કસ્ટડીમાં શીજાનની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જે લોકો સાથે વાત કરી હતી તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર તેઓ કોર્ટમાં શીજાનના રિમાન્ડની માંગણી કરશે, કારણ કે શીજાન અત્યાર સુધી પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ