બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / How did the mining mafia have the courage to take someone's life? Why did the system prove ineffective in stopping?

મહામંથન / કોઈનો જીવ લઈ લે એટલી હિંમત ખનન માફિયાઓમાં આવી કઈ રીતે? તંત્ર કેમ રોકવામાં વામણું સાબિત થયું?

Vishal Khamar

Last Updated: 09:00 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. ત્યારે અનેક વાર આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવા છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે વહીવટી તંત્ર ક્યાં કારણોસર ખનીજ માફીયાઓ સામે કેમ ઢીલાશ રાખી રહ્યું છે. તે વિચારવાનું રહ્યું.

કોઈપણ દેશ, રાજ્ય કે નાના ગામની આદર્શ સ્થિતિ એ હોય કે નાનામાં નાનો વ્યક્તિ એવો અનુભવ કરે કે હા અહીં ભયમુક્ત વાતાવરણ છે. આ વાત તો તદ્દન આદર્શ સ્થિતિની થઈ પરંતુ અમદાવાદના કણભામાં આવેલા કુહા ગામમાં સ્થિતિ સાવ વિપરીત છે. અહીં તો છેવાડાના વ્યક્તિની હેરાનગતિ જ નહીં સીધો તેનો જીવ જ લઈ લેવાય છે. અને આવું દુસાહસ કરનારા બીજુ કોઈ નહીં પણ ખનન માફિયાઓ છે. હિચકારી ઘટનાનો સાર એટલો જ છે કે એક ખેડૂતે પોતાની જમીન પાસેની ગૌચરની જમીનમાં બેફામ ચાલતા માટી ખનનને રોકવાનો પ્રયાસ કર્યો તો બીજુ કંઈ ન થયું પણ તેના ઉપર JCB ચડાવી દેવાયું અને તેને કચડી માર્યો.

એવુ લાગ્યું કે જાણે થોડા સમય પહેલા રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યક્તિ ઉપર 8 વખત JCB ચલાવી દેવાની ઘટના સામે આવીને ઉભી રહી ગઈ. એ વાત અલગ છે કે રાજસ્થાનમાં જે બન્યું તે જમીન વિવાદ હતો. પરંતુ અહીં તો ગેરકાયદે માટી ખનનથી ખેતરમાં બેફામ નુકસાન થઈ રહ્યું છે, ખેડૂત પોતાના ખેતરને નુકસાન ન જાય તે માટે માફિયાઓને રોકે છે પરંતુ માફિયાઓ તો કંઈ સાંભળવાને બદલે સીધો ખેડૂતનો જીવ જ લઈ લે છે. સવાલ એ છે કે કોઈનો જીવ લઈ લેવા જેટલી હિંમત આવા માફિયાઓમાં આવી કઈ રીતે. આ તો કણભાના નાના એવા કુહા ગામની વાત છે અને તેનો બનાવ સામે આવ્યો છે ત્યારે આવી તો કેટલીય જગ્યા હશે જ્યાં માફિયાઓને કારણે આસપાસના લોકોને નુકસાન થતું હશે. ગ્રામજનો જો ત્યાં પહોંચી શકતા હોય તો RTO, પોલીસ કે ખાણ-ખનીજ વિભાગ શું કરી રહ્યા છે?. આવી ઘટનાઓ કાયદા દ્વારા સ્થાપિત રાજ સામે સવાલ ઉભા કરે છે એવું જવાબદારોને કેમ સમજાતું નથી.

કણભાના કુહા ગામમાં ખનન માફિયા બેફામ બન્યા છે.  ખનન માફિયાની હિંમત એટલી કે કોઈનો જીવ લેતા પણ ન ખચકાતા નથી.  ખનન માફિયાઓ ગૌચરની જમીનમાંથી બેફામ ખનન કરી રહ્યા છે. ખનન માફિયાઓને રોકનાર, ટોકનાર કોઈ નથી. જે અવાજ ઉઠાવે છે તેનુ કાસળ કાઢી નાંખવામાં આવે છે. ખનન માફિયા પ્રજા અને તંત્રને જાણે કે એવું જ કહે છે કે થાય તે કરી લો. આવા ખનન માફિયાઓ ઉપર અંકુશ ક્યારે તે મહત્વનો સવાલ

કણભાના કુહા ગામમાં શું બન્યું હતું?
કુહા ગામમાં ખનન માફિયા ઘણાં સમયથી ખનન કરી રહ્યા હતા. ગૌચરની જમીનમાંથી ટ્રક ભરીને માટી લઈ જવામાં આવતી હતી. સ્થાનિક ખેડૂતોને જાણ થતા તેઓ માટી ખનન અટકાવવા પહોંચ્યા હતા. કેટલાક ખેડૂતોએ ખનન માફિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો.  કાંતિ બારૈયા નામના ખેડૂતે ખનન માફિયાઓને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.  કાંતિ બારૈયાના ખેતરની બાજુમા આવેલી ગૌચરની જમીનમાંથી માટી લેવાતી હતી. ખેડૂતે JCB ચાલકને રોક્યા તો JCBએ લોડરથી ખેડૂતને પાડી દીધા હતા.  ઉશ્કેરાટ એટલી હદે હતો કે કાંતિ બારૈયા ઉપર JCB જ ચડાવી દીધું હતું.  દુર્ઘટનામાં ખેડૂતનું મૃત્યુ થયું છે.  ખનન માફિયાઓએ અન્ય લોકો ઉપર પણ JCB ચડાવવા પ્રયાસ કર્યો હતો.  દુર્ઘટના બાદ ખનન માફિયાઓ ફરાર થઈ ગયા હતા. 

સ્થાનિકો શું કહે છે?
માફિયાઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત ઉપર JCB ચડાવીને આરોપી નાસી છૂટ્યા હતા. આગલા દિવસે પણ મોટાપાયે માટી ખનન થયું હતું. માટી ખનન મોટેભાગે રાત્રીના સમયે જ થાય છે. જે દિવસે દુર્ઘટના બની તે દિવસે માફિયાઓ પાસે લાકડી, ધારિયા હતા. માફિયાઓ જાણે નક્કી કરીને આવ્યા હતા કે સામે પડશે તેને પતાવી દઈશું. માટી ખનનથી મસમોટો ખાડો બે દિવસમાં જ પાડી દેવાયો હતો.

કોના નામ સામે આવ્યા?

  • ખનન માફિયા પિતા-પુત્રના નામ સામે આવ્યા છે
  • ખનન માફિયા હિરા લામકા અને તેનો દીકરો અક્ષય લામકા

કોની ધરપકડ થઈ? 

JCB ચાલક વિપુલ
ક્લીનર જીતમલ

આ નુકસાની કોણ ભરશે? 

દ્વારકા

  • રેતી ખનનથી દરિયાનું પાણી ખેતીની જમીનમાં દાખલ થાય છે
  • ખેતીની જમીન નાશ પામી રહી છે

થાનગઢ

  • જૂના સુરજદેવળ મંદિર પાસે બેરોકટોક ખનન ચાલતું હતું
  • પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષીત મંદિર છતા ગેરકાયદે ખનન
  • ખનન નહીં અટકે તો મંદિરને થઈ શકે છે નુકસાન

ખેડા

  • દનાદરા અને થોડવાડ વિસ્તારમાં ગેરકાયદે ખનન
  • વેગન બ્લાસ્ટથી આસપાસના મકાનોને નુકસાન

છોટાઉદેપુર

  • ગેરકાયદે ખનનથી ઓરસંગ નદી 20 ફૂટ ઊંડી થઈ
  • આસપાસના બોર, કૂવા નિષ્ફળ ગયા

કામરેજ

  • તાપી નદી પાસે થતું હતું ગેરકાયદે ખનન
  • આસપાસની જમીનનું થયું ધોવાણ

કાલોલ

  • ગોમા નદી પાસે ગેરકાયદે ખનન
  • નદી પાસે આવેલા સ્મશાનગૃહ અને મંદિર ઉપર જોખમ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ