બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / How are the preparations in Ahmedabad for the World Cup matches?

WORLD CUP 2023 / મોદી સ્ટેડિયમમાં 3000 જવાનો, દર સાત મિનિટે મેટ્રો, રૂટ ડાયવર્ટ: જુઓ વર્લ્ડકપની મેચોને લઈને અમદાવાદમાં કેવી છે તૈયારીઓ

Kishor

Last Updated: 11:15 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાણો વિસ્તારથી!

  • વર્લ્ડકપ મેચને લઈને CPનું જાહેરનામું
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રૂટ ડાયવર્ટ કરાયા
  • આડેધડ પાર્કિંગ ન કરવા સૂચના

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં દિવાળી જેવો માહોલ છે. મોટાભાગની હોટલો ધડાધડ બુકીંગ થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે. જેથી લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટને ડાયવર્ટ કરાયા

સાથે જ સ્ટેડિયમ આસપાસ કે વૈકલ્પિક માર્ગ પર આડેધડ પાર્કિંગ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.આડેધડ પાર્કિંગ રોકવા માટે 8 ટોઈંગ ક્રેઈનની પણ મદદ લેવામાં આવશે.પાર્કિંગ માટે 15 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.પાર્કિંગ માટે ઓનલાઈન બુકિંગ કરી શકાશે. સાથે જ મેચ જોવા આવતા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. મેચ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેવું જાણવા મળી રહ્યું છે.

આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન મદદ લેવાશે

અમદાવાદમાં ICC ક્રિકેટ વલ્ડ કપને ટ્રાફિક પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પાર્કિગ અને ડાયવર્ઝન રૂટને લઈને પ્લાન બનાવ્યો છે.  જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મેચ જોવા આવતા સ્ટેડિયમમાં વાહનો પાર્ક કરવા માટે 15 પાર્કિંગ પ્લોટ રહેશે. ક્રિકેટ પ્રેમીઓ પે પાર્કિગથી ઓનલાઈન બુકીંગ કરી શકશે. તારીખ 5,14 ઓક્ટોબરના રોજ અને નવેમ્બર મહિના તારીખ 4,10,19 ના રોજ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાશે. ત્યારે સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટને ડાયવર્ઝન કરાયા છે..અને આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન મદદ લેવાશે..ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે..


આ રૂટ બંધ રહેશે

  • જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડેન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો માર્ગ બંધ રહેશે. 

વૈકલ્પિક માર્ગ

  • તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે
  • કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે

ક્રિકેટ મેચ લઈ ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમ બહાર રોડ પર 1 એડી.સીપી,3 ડીસીપી,4 એસીપી,9 પીઆઇ,17 પીએસઆઇ સહિત 1200 પોલીસ કર્મી તૈનાત રહેશે. સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવનાર લોકો બહારગામથી વાહનો લઇને આવે તે લોકોએ પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરવાના રહેશે.ત્યારે અમદાવાદના લોકો મેચ જોવા આવતા હોય તો તે લોકો મેટ્રો, BRTS કે AMTSનો ઉપયોગ કરે જેમાં દર 7 મિનિટ મેટ્રો ટ્રેન સ્ટેડિયમ દોડશે તેવી વ્યવસ્થા કરી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જેટલો મહત્તમ ઉપયોગ કરશે તેટલી સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહેશે તેવી અપીલ પોલીસે કરી છે.મહત્વનું છે કે પોલીસે તો વ્યવસ્થા કરી જ છે છતાંય લોકોએ પણ ટ્રાફિક જામનો ભોગ બનવુ નહીં પડે તે માટે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ