બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / Horse racing is celebrated for 5 days on Dipotsav, faith in Kotdiyaveer Dada has continued for 200 years.

બનાસકાંઠા / અશ્વ દોડાવીને મનાવાય છે દિપોત્સવના 5 દિવસ, 200 વર્ષથી કોટડિયાવીર દાદા પર આસ્થા અવિરત

Vishal Khamar

Last Updated: 09:48 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવુ ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ ઉત્વસનું આયોજન કરવામાં આવે છે.

  • બુકોલી ગામમાં અનોખી રીતે કરાય છે દિવાળીની ઉજવણી
  • ધનતેરસથી ભાઈબીજ સુધી થાય છે ઉત્સવનું આયોજન
  • પરંપરાનાં ભાગરૂપે સળંગ પાંચ દિવસ અશ્વ દોડ યોજાય છે 

દરેક ગામનો ઇતિહાસ પરંપરાને આધારે ચાલી આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની ગ્રામીણ સંસ્કૃતિની પરંપરા જોવા મળે છે. વાર તહેવારે બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામો છે. કે જ્યાં પરંપરાગત મેળાઓનું આયોજન થતું હોય છે. જેમાં સમગ્ર ગુજરાત સહિત બહારના અનેક રાજ્યોમાંથી લોકો આવા મેળાઓનું આયોજન થતું હોય છે. ત્યાં જોવા માટે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામમા વર્ષો જૂનું કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે.  અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઊજવાય છે. છેલ્લા 200 વર્ષથી પરંપરાગત આ ગામમાં ભરાતા મેળાની એવી લોકવાયકા છે કે કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો. વર્ષો પહેલાં ગામના નાગરિકોને રાત્રે ઘોડાઓનાં પગલાંનો અવાજ સંભળાયો હતો. ગામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે તો ગામલોકો ઘોડા દોડાવશે. બસ, ત્યાર પછી ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે. જેમાં આજુબાજુના 25 ગામથી વધુ અશ્વ સવારો ભાગ લે છે અને દૂર દૂરથી ગામના લોકો પણ અહીં યોજાતી અશ્વ દોડમાં ભાગ લે છે. 

આસપાસનાં ગામના બીજા 20થી 25 ઘોડેસવારો પણ ઘોડાદોડમાં જોડાય છે
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામે દિવાળીના પર્વ નિમિત્તે પાંચ દિવસ દરમિયાન ગામના ચોરે ઢોલ-નગારા વગાડવામાં આવે છે. જેના અવાજથી ઘોડેસવાર અને ગામનાં લોકો એકઠાં થવા લાગે છે. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો અને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે પ્રાર્થના અર્ચના કરવા જાય છે. મંદિરે દર્શન કર્યા બાદ બપોરના સંમયે ઘોડાની રેસ માટેના રસ્તા પર બંને બાજુમાં લોકો ગોઠવાઇ જાય છે અને ઢોલ-નગારા ચાલુ થાય છે. ઘોડાઓને પ્રસ્થાન કરવાની જગ્યાએથી બે-બે હરોળમાં ઘોડેસવારો એકબીજાના હાથ પકડીને ઘોડા દોડાવવાનું ચાલુ કરે છે.બુકોલી ગામે યોજાતી અશ્વ દોડમાં આજુબાજુના 25 કામના ઘોડેસવારો જોડાય છે અને આ ઘોડેસવારો બતાવે છે કરતબ બુકોલી ગામની આસપાસ આવેલાં ગામોમાંથી પણ ઘોડેસવારો તેમનાં ઘોડા–ઘોડી લઈને બુકોલી ગામમાં આવી પહોંચે છે અને કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થાને પગલે તેમના ઘોડા દોડાવે છે. જેમાં કેટલાક ઘોડેસવાર દોડતા ઘોડા પર ઊભા થવાના કરતબ પણ કરતાં હોય છે. ગામમાં લગભગ 60 જેટલાં ઘોડા–ઘોડી છે તેમ જ આસપાસનાં ગામના બીજા 20થી 25 ઘોડેસવારો પણ ગામમાં યોજાતી ઘોડાદોડમાં જોડાય છે.  

અશ્વ દોડ સ્પર્ધામાં કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે
કાંકરેજ તાલુકાના બુકોલી ગામે દર વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે યોજાતા અશ્વ દોડમાં દૂર દૂરથી લોકો નિહાળવા માટે આવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પાંચ દિવસ સુધી મેળા સ્વરૂપે યોજાય છે જે મેળા નો લાભ લેવા માટે બુકોલી ગામ સહિત આજુબાજુના અનેક ગામોમાંથી હજારોની લોકો ઉમટી પડે છે આ ગામમાં વર્ષોથી યોજાતા આ અશ્વ દોડ સ્પર્ધામાં કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો નથી કારણ કે સમગ્ર મેળાનું આયોજન ગામના લોકો દ્વારા જ કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતા આ મેળામાં આજ દિન સુધી કોઈ જ અનિચ્છનીય ઘટના બની નથી ત્યારે આજે યોજાયેલા આ અશ્વ દોડ સ્પર્ધામાં પણ લોકો બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ જોવા માટે ઉમટી પડ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ