બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Honey Singh Divorce: Yo Yo Honey Singh and Shalini Talwar divorced, had to pay so many crores alimony

છૂટાછેડા / યો યો હની સિંહના ડિવોર્સ: આપવા પડ્યા આટલા કરોડ રૂપિયા, ઘરેલુ હિંસાના હતા આરોપ

Megha

Last Updated: 10:33 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાલિની તલવારે સિંગર હની સિંહ પર ઘરેલું હિંસા અને અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે અરજી કરી હતી.

  • હની સિંહ અને શાલિનીએ લઈ લીધા છે ડિવોર્સ
  • ભરણપોષણ માટે 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી
  • હની સિંહ પર લગાવ્યા આરોપ 

પંજાબી સિંગર યો યો હની સિંહને તો દરેક લોકો ઓળખતા જ હશે. લગભગ દરેક લોકોનો પસંદિતા સિંગર હની સિંહની પત્ની શાલિની તલવારે ગયા વર્ષે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સિંગર પર ઘરેલું હિંસા અને અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે અરજી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર શાલિનીએ હની સિંહ પાસેથી ડિવોર્સ માટે 10 કરોડ રૂપિયાની એલીમોનીની માંગ કરી હતી. પણ હવે સમાચાર આવી રહ્યા છે કે બંને વચ્ચે 1 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ હવે ઓફિશિયલ ડિવોર્સ લઈ લીધા છે. મળતી જાણકારી અનુસાર ગઇકાલે દિલ્હીની સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટની ફેમિલી કોર્ટમાં  હની સિંહે એક સીલબંધ પરબિડીયામાં શાલિની તલવારને ગુજારાન ચલાવવા તરીકે 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

1 કરોડ રૂપિયા પર સમજૂતી 
ગુરુવારના દિવસે કોર્ટમાં યો યો હની સિંહ અને શાલિની તલવાર વચ્ચે ઘણી દલીલ પછી મામલો શાંત થયો હતો. એ પછી બંને વચ્ચે 1 કરોડ રૂપિયાની રકમ પર સમજૂતી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની આવતી સુનાવણી 20 માર્ચ 2023ના રોજ થશે. 

હની સિંહ પર લગાવ્યા આરોપ 
શાલિનીએ 3 ઓગસ્ટે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રેપર યો યો હની સિંહ પર હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. સાથે જ તેને આરોપ લગાવ્યો હતો કે હિરદેશ સિંહ ઉર્ફે હની સિંહે તેની પર હુમલો કર્યો હતો. શાલિની એ આ લગ્નને દસ વર્ષ આપ્યાં છે પરંતુ બદલામાં તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ શાલિની તલવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે  આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવાના બહાને હની સિંહે ઘણી મહિલાઓ સાથે અવૈધ સંબંધ પણ બનાવ્યા છે. હની સિંહ ઘરમાં તેની સાથે પ્રાણી જેવો વ્યવહાર કરતો હતો અને હવે તે તેનાથી અલગ થવા માંગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ