બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Home Minister Harsh Sanghvi spoke on the issue of usurers in Rajkot

નિવેદન / વ્યાજખોરોના કારણે બળાત્કાર-આપઘાત જેવા કેસો જોઈ એક્શનમાં સરકાર, સંઘવીએ જુઓ આદેશ આપ્યા

Kishor

Last Updated: 04:39 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ રાજ્યમાં વ્યાજખોરોના આતંકના કિસ્સો દિવસેને દિવસે વધી રહ્યાં છે. જેને લઈને સરકાર એક્શનમાં આવી હોય તેમ રાજકોટની મુલાકાત વેળાએ હર્ષ સંઘવીએ કોઈપણ સ્થળોએ વ્યાજખોરો સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી હતી.

  • વ્યાજખોરો મુદ્દે રાજકોટમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી બોલ્યા 
  • વ્યાજખોરોના દૂષણ સામે કડક કાર્યવાહી થશે
  • કોઈ વ્યાજખોરને નહીં છોડવામાં આવે :સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બસ પોર્ટ ખાતે વધુ પાંચ ઇલેકટ્રીક બસોનું લોકાર્પણ કર્યુ હતું. વધુમાં રાજકોટ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના કાર્યક્રમ સહિત અનેક સ્થળોએ હાજરી આપી હતી. આ વેળાએ હર્ષ સંઘવીએ વ્યાજખોરો મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું.

વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન

રાજકોટ મુલાકાત દરમિયાન વ્યાજખોરો મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપી કહ્યું હતું કે  વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યમાં કોઈપણ જગ્યાએ વ્યાજખોરોનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે અને કોઈ વ્યાજખોરને છોડવામાં નહિ આવે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.

તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસના બે કિસ્સા નોંધાયા હતા

સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં તાજેતરમાં રાજકોટમાં વ્યાજખોરોએ એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. જેમાં મહિલાના પતિએ અજિતસિંહ ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયા પતિએ પરત ન કરતા અજિતસિંહના મિત્ર દિપક વાગડીયાએ મહિલાને ધમકી આપી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.  આ ઉપરાંત મોરબીના હળવદ તાલુકાના માલણીયાદ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેમાં પણ ખેડૂતે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં ખેડૂતો એ 9 વ્યાજખોરના નામ લખ્યા હતા. આમ અલગ અલગ બે જગ્યાએ વ્યાજખોરોનો આતંક સામે આવતા હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ