બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Amit Shah will participate in Mangala Aarti

રથયાત્રા 2023 / આવતીકાલે 146મી રથયાત્રા: ગૃહમંત્રી અમિત શાહ લેશે મંગળા આરતીમાં ભાગ, લોકાર્પણના પણ કરશે કાર્યક્રમો

Malay

Last Updated: 02:40 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra 2023: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે જમાલપુર નિજ મંદિરે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજરી આપશે.

 

  • આવતીકાલે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
  • જગન્નાથ મંદિરમા મંગળા આરતીમાં લેશે ભાગ

ઓડિશા બાદ ગુજરાતમાં અમદાવાદની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની  રથયાત્રાના રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે.

VTV Gujarati News and Beyond on Twitter: "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6  એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે આવશે ગુજરાતના પ્રવાસે, સાળંગપુર અને  અમદાવાદના ...
ફાઈલ ફોટો

ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેશે અમિત શાહ
20 જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ અમિત શાહ જગન્નાથજીના આશીર્વાદ લેવા આવશે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે. મોટાભાગે આવા પ્રસંગે તેઓ સપરિવાર જોવા મળે છે. ત્યારે અમિત શાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત પ્રવાસ પર ગૃહમંત્રી અમિત શાહ: જગન્નાથજીની મંગળા આરતીના કરશે દર્શન,  રૂપાલમાં જનસભાનું આયોજન | Amit Shah will travel to Gujarat for two days  from today
ફાઈલ ફોટો

વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
મંગળા આરતી બાદ તેઓ સવારે 9.15 વાગ્યે ન્યુ રાણીપમાં બગીચાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સવારે 9.30 વાગ્યે ચાંદલોડિયામાં રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.45 વાગ્યે બોડકદેવમાં ક્રેડાઈ ગાર્ડન પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સવારે 11.30 વાગ્યે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.  
 
ભૂપેન્દ્ર પટેલ સાથે કર્યું હતું હવાઈ નિરીક્ષણ

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ દિલ્હીથી સીધા ભુજ પહોંચ્યા હતા. અહીં તેઓ બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાની અંગે સમીક્ષા કરી હતી. અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હવાઈ નિરીક્ષણ કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ