બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Home Minister Amit Shah roared against Naxalism, said- Left-wing extremism will be uprooted from the country in 2 years.

એક્શન / બે જ વર્ષમાં ઉખાડી ફેંકીશું લેફ્ટ ઉગ્રવાદ અને નક્સલવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હુંકાર

Pravin Joshi

Last Updated: 07:56 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદનો સંપૂર્ણ નાશ થઈ જશે. તેમણે કહ્યું, નક્સલવાદ માનવતા માટે અભિશાપ છે અને અમે તેને તેના તમામ સ્વરૂપોમાં જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડાબેરી ઉગ્રવાદ વિશે મોટી વાત કહી
  • બે વર્ષમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદનો સંપૂર્ણ નાશ થઈ જશે : શાહ
  • નક્સલવાદ માનવતા માટે અભિશાપ, તેનો નાશ કરવા પ્રતિબદ્ધ છીએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડાબેરી ઉગ્રવાદ વિશે મોટી વાત કહી છે.અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે બે વર્ષમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદનો સંપૂર્ણ નાશ થઈ જશે. ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. અમિત શાહે એમ પણ કહ્યું કે વર્ષ 2022માં છેલ્લા ચાર દાયકામાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હિંસા અને મૃત્યુની સૌથી ઓછી ઘટનાઓ બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદનો સંપૂર્ણ નાશ થઈ જશે. તેમણે કહ્યું, નક્સલવાદ માનવતા માટે અભિશાપ છે અને અમે તેને તેના તમામ સ્વરૂપોમાં જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મીએ આવશે ગુજરાતના આંગણે, જાણો કયા કાર્યક્રમ  અંતર્ગત આપશે હાજરી | Union Home Minister Amit Shah will visit Gujarat on  August 28

નક્સલ પ્રભાવિત રાજ્યોમાં હિંસક ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો 

અધિકારીઓએ જણાવ્યું કે 2010ની સરખામણીમાં 2022માં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં હિંસક ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઝારખંડના મુખ્યમંત્રીઓએ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ભાગ લીધો હતો. આ સિવાય ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્ય મંત્રીઓ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) સંબંધિત સુરક્ષા સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. કેન્દ્ર સરકારે 2015માં 'LWEનો સામનો કરવા માટે રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના'ને મંજૂરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નીતિ એક બહુ-પક્ષીય વ્યૂહરચનાની કલ્પના કરે છે જેમાં સુરક્ષા પગલાં, વિકાસ કાર્ય, સ્થાનિક સમુદાયોના અધિકારો અને હકની ખાતરી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ નીતિના સતત અમલીકરણને પરિણામે દેશભરમાં ડાબેરી ઉગ્રવાદ હિંસામાં સતત ઘટાડો થયો છે.

 

મૃત્યુની સંખ્યામાં પણ 90 ટકાનો ઘટાડો થયો 

તેમણે કહ્યું કે 2010ના ઉચ્ચ સ્તરની સરખામણીએ 2022માં ડાબેરી ઉગ્રવાદ સાથે સંબંધિત હિંસક ઘટનાઓની સંખ્યામાં 77 ટકાનો ઘટાડો થયો છે. સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં પણ 2010ની સરખામણીમાં 2022માં 90 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2004 થી 2014 સુધીમાં, ડાબેરી ઉગ્રવાદ સાથે સંબંધિત 17,679 ઘટનાઓ અને 6,984 લોકોના મોત થયા. તેનાથી વિપરિત, 2014 થી 2023 (15 જૂન 2023 સુધીમાં), ડાબેરી ઉગ્રવાદને લગતી 7,649 ઘટનાઓ અને 2,020 મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ