બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Amit Shah inaugurated 4 smart schools in Ahmedabad-Gandhinagar

લોકાર્પણ / અમદાવાદ-ગાંધીનગરની 4 સ્માર્ટ સ્કૂલનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ, જુઓ કેવી છે આ સ્માર્ટ સ્કૂલ

Kishor

Last Updated: 11:29 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી  અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે અમદાવાદ-ગાંધીનગરની 4 સ્માર્ટ સ્કૂલનું ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.

  • અમદાવાદમાં ગૃહમંત્રી દ્વારા શાળાનું કરાયું લોકાર્પણ
  • શિક્ષણ સમિતિ દ્વારા અત્યાર સુધી બની 20 સ્માર્ટ શાળા
  • ખાનગી શાળાને ટક્કર આપે તેવા વર્ગખંડ

એક તરફ દિલ્હીમાં  શિક્ષણ મોડલની વાત થાય છે ત્યારે હવે ગુજરાતમાં પણ સ્માર્ટશાળાઓના નિર્માણની શરૂઆત થઈ ગઈ છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અત્યાર સુધી 20 સ્માર્ટ શાળાઓ બનાવી દેવામાં આવી છે. આજે નારણપુરા, થલતેજ, ઘાટલોડિયા અને ગાંધીનગરમાં કુલ ચાર સ્માર્ટ સ્કૂલનું  ગૃહમંત્રી  અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

20 સ્માર્ટ શાળાઓ બનાવાઇ
હવે અમદાવાદમાં રોજે રોજ સરકારી સ્માર્ટ શાળાઓ બની રહી છે..નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અત્યાર સુધી 20 સ્માર્ટ શાળાઓ બનાવી દેવામાં  આવી છે અને આવનાર સમયમાં તમામ વોર્ડમાં સ્માર્ટ શાળાઓ બનાવવાનો લક્ષ્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ,અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત શાળાઓમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શિક્ષણ કાર્ય માટે ઉચ્ચતમ લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકોની નિમણૂંક ઉપરાંત ઈન્ટરનેટ કનેકિટીવીટી સાથે કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણ સજ્જ શાળાઓનું નિર્માણ કરાઈ રહ્યું છે. આવી સ્માર્ટશાળાઓમાં બાળકો જાતે જ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરીને સ્માર્ટ જ્ઞાનસંવર્ધન કરી શકે છે. સ્માર્ટશાળામાં વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકો અસરકારક રીતે ભણતરના પાઠ શીખે છે. ઇન્સ્ટોલ થયેલા અભ્યાસક્રમો સ્માર્ટબોર્ડ દ્વારા ભણાવવમાં આવે છે..

ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા રૂ. 9.54 કરોડના ખર્ચે નારણપુરા ગુજરાતી શાળા નંબર 6, થલતેજ શાળા નંબર બે ઘાટલોડિયા શાળા નંબર બે અને ગાંધીનગર શાળા નંબર બે એમ કુલ ચાર સ્કૂલનું આજે દેશના ગૃહમંત્રી  અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે નવાવાડજ વિસ્તારમાં નવનિર્મિત સ્માર્ટશાળા નંબર 2નું લોકાર્પણ કર્યા બાદ  સમગ્ર સ્કૂલની મુલાકાત લીધી હતી.ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાની મુલાકાત કરીને સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી  હતી.
 
ખાનગીમાંથી સરકારી  શાળામાં બાળકો મેળવી રહ્યા છે પ્રવેસ
દર વર્ષે મોટી સંખ્યામાં ખાનગીમાંથી સરકારી  શાળામાં બાળકો આવી રહ્યા છે. જેના પર એક નજર કરીએ તો વર્ષ-૨૦૨૧-૨૨માં અમદાવાદમાં AMCબોર્ડ કુલ મળીને ૪૪૦ શાળાઓ હતી. જેમાં ૧,૬૨,૨૩૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા હતા. 2022માં શાળાઓની સંખ્યા ૪૫૯ અને બાળકોની સંખ્યા ૧,૭૦,૦૦૦ થઈ છે. આ વર્ષે ૯૬૦૦ બાળકો ખાનગી શાળાઓમાંથી મ્યુનિસિપલ  શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. સાત વર્ષમાં ૪૦ હજારથી વધુ બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ  મેળવ્યો છે.મ્યુનિ. સ્કૂલબોર્ડ તરફથી અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ  કરવામાં આવી રહી છે. આ વર્ષે નવી ૧૮  અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામા આવી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ