બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Holi 2024 Holi Celebration Don not donate these things on Holi otherwise there may big loss

હોળી 2024 / હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું, નહીં તો થઇ શકે છે મોટું નુકશાન

Published By: Dhruv

Last Updated: 04:44 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો હોળીના દિવસે રંગ અને ગુલાલ સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. સાથે જ આ દિવસ દાન અને પુણ્ય માટે પણ મહત્વનો માનવામાં આવે છે. પરંતુ આ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ ગણવામાં આવે છે.

હોળીને સૌથી મોટા અને મુખ્ય તહેવારમાંથી એક માનવવામાં આવે છે. દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવાણી કરવામાં આવે છે. એક તરફ હોળીમાં રંગોની ળો ઊડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પરંપરા છે. હોળીમાં રંગો સાથે રમવા સિવાય, આ દિવસે દાનપુણ્યના કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે. 

હોળીના દિવસે આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ
 
1) પહેરેલા કપડાં 
હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. 

2) લોખંડ અથવા સ્ટીલ 
હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે સક્ષમ છો, તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુનું  દાન કરી શકો છો.

3) રૂપિયાનું દાન 
 હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્તિથિ ખરાબ થઈ શકે છે. 

4) સફેદ વસ્તુઓનું દાન 
હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે. 

5) સુહાગની વસ્તુઓ
 હોળીના દિવસે ભૂલથી પણ સુહાગની વસ્તુઓ બીજી મહિલાને ન આપવી જોઈએ. આવું કરવું પતિ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. 

6) કાંચની વસ્તુઓ
હોળીના દિવસે કાંચની વસ્તુઓનું  દાન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. જો તમારે કોઈને ભેટ જ આપવી હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ન આપવી જ ફાયદાકારક રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Holi 2024 Holi festival holi celebration દાન ધર્મ હોળી હોળી 2024 holi 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ