બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Hobby buddy cheese hai.. now a beard club in Rangila Rajkot, a glimpse of culture with service to the poor, the cause is commendable

અનોખુ / શોખ બડી ચીઝ હૈ.. રંગીલા રાજકોટમાં હવે દાઢીની પણ ક્લબ, ગરીબની સેવા સાથે સંસ્કૃતિની ઝલક, હેતુ સરાહનીય

Vishal Khamar

Last Updated: 07:30 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિયર્ડ દાઢી નો ક્રેઝ વધતા હવે તેની પણ ક્લબ બની છે. દાઢી ના કરાવવા ના પૈસા બચે એ ગરીબ બાળકો પાછળ ખર્ચ કરવામાં આવે છે. જાણો A ટુ Z માહિતી સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબના મેમ્બર પાસે થી.

  • ભારતમાં કુલ 17 પ્રકારની રીતે રાખી શકાય છે બિયર્ડ દાઢી
  • દાઢી ન કરાવવાના જે પૈસા બચે તેને ગરીબ બાળકો પાછળ ખર્ચ કરાય છે
  • A ટુ Z માહિતી સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબના મેમ્બર પાસે છે

ભારતમાં કુલ 17 પ્રકારની બિયર્ડ છે, જાણો વાર્ષિક ખર્ચ કેટલો થાય છે અને બિયર્ડનું કેરિંગ કેવી રીતે કરશો? જાણો A ટુ Z માહિતી સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબના મેમ્બર પાસે છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબમાં અત્યારે 15થી 20 જેટલા મેમ્બર છે.  જેઓ અલગ અલગ પ્રકારની બિયર્ડ સ્ટાઈલ ધરાવે છે. પણ શું તમે જાણો છો કે આ બિયર્ડનું કેરિંગ કેવી રીતે કરી શકાઈ. તેની કોસ્ટ કેટલી લાગે છે. અને બિયર્ડના કેટલા પ્રકાર હોય છે. તો આજે સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબના મેમ્બર કેતન દશાળીયા આપણને જણાવશે કે કેવી સ્ટાઈલ હોય છે અને કેટલો ખર્ચ થાય છે.

સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબના મેમ્બર કેતન દશાળીયાએ જણાવ્યું હતું કે આપણે અત્યારે જોઈએ છીએ કે ટીનેજર્સમાં બિયર્ડનો શોખ વધારે હોય છે. ત્યારે આ બિયર્ડનું કેરિંગ કેવી રીતે કરવું તે હું તમને આજે જણાવીશ.જેથી તમને બિયર્ડ લાંબી કરવામાં મદદ મળે.

બિયર્ડની જાળવણી કેવી રીતે કરશો
કેતન દશાળીયાએ જણાવ્યું હતું કે બિયર્ડનો ગ્રોથ હોય છે. તેના માટે બિયર્ડનો શોપનર આવે છે અને કોઈ એવી સ્ટાઈકલમાં કે કોઈ એવા શેપમાં બિયર્ડ રાખવી હોય તો તેનું વેક્સ જેલ પણ આવે છે.જેના દ્વારા તમે કેરિંગ કરી શકો છો. ડેઈલી વોશ કરવા માટે તેનું વોશ પણ આવે છે.જેનાથી તમે તમારી બિયર્ડ વોશ કરી શકો છો. 

જાણો દિવસમાં કેટલીવાર કરશો ઓઈલ
આ સાથે જ કોઈ સિઝન હોય જેમ કે વિન્ટર. તો ત્યારે આપણે વધારે પડતું ધ્યાન આપવું પડે છે.કારણ કે ત્યારે મોઈશ્યુર ઓછુ થઈ જાય છે.અને હેર ડ્રાય થઈ જાય છે.તો કેરિંગ માટે આપણે તેને 2-3 વખત દિવસમાં ઓઈલ કરી શકીએ છીએ.જેથી આપણે સારી એવી બિયર્ડ ગ્રોથ પણ કરી શકીએ છીએ અને કેરિંગ પણ કરી શકીએ છીએ.

બિયર્ડ પર યુઝ કરવાનું ઓઈલ

જાણો કેટલો થાય છે ખર્ચ
જો વાત કોસ્ટની કરવામાં આવે તો મહિને 2 હજારથી 3 હજાર સુધી આવી શકે છે. તમે કોઈ પ્રોડક્ટ વાપરો તેના પર તેની કિંમત નક્કી થાય છે. વાર્ષિક 24 હજાર જેટલો ખર્ચ લાગે છે. જે લોકોને બિયર્ડ લાંબી કરવી છે તે લોકોએ દરરોજ ઓઈલ કરવાનું અને જે શોપનર આવે છે તેનો યુઝ કરવાનો જેથી દાઢીનો ગ્રોથ થઈ શકે.

વિદેશમાં આટલા પ્રકારની છે બિયર્ડ
જો બિયર્ડના પ્રકારની વાત કરવામાં આવે તો ઈન્ડિયામાં બિયર્ડના 17 પ્રકાર છે.જ્યારે વિદેશની વાત કરવામાં આવે તો ત્યાં બિયર્ડના 23 પ્રકારની સ્ટાઈલ છે.અમારા ગ્રુપમાં અત્યારે લોંગ બિયર્ડ, શોર્ટ એન્ડ પેપર બિયર્ડ, પાર્સલ બિયર્ડ, મુસ્ટેજ બિયર્ડ, હેન્ડલબાર મુસ્ટેજ, ગોડફાધર સ્ટાઈલ એવી રીતે ઘણા પ્રકારની બિયર્ડની સ્ટાઈલ વાળા લોકો આવે છે.
 

દાઢી રાખનારાઓને લોકો જુએ છે અલગ નજરથી?

ગરીબ બાળકોની સેવા કરવા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખવા રાજકોટમાં શરૂ કરાયું બિયર્ડ ક્લબ. આજકાલ ફેશનનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે.એમાં પણ અત્યારે છોકરાઓમાં દાઢી વધારવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.પણ ઘણા લોકો દાઢી રાખનારા લોકોને અલગ નજરથી જુએ છે.કારણ કે આપણા મનમાં દાઢી રાખનારાઓની અલગ અલગ ઈમેજ બનેલી હોય છે.ત્યારે ગરીબ બાળકોની સેવા કરવા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખવા રાજકોટમાં એક બિયર્ડ ક્લબ ખોલવામાં આવ્યું છે.જેથી લોકોની મદદ કરી શકાઈ અને આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે.ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબ ખોલવામાં આવ્યું છે.ત્યારે આવો જાણીએ તેમની જ પાસેથી કે આ ક્લબ ચાલુ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો.

જાણો કેવી રીતે વિચાર આવ્યો...?
સંદિપ રબારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબમાં અત્યારે 15થી 20 મેમ્બર જોડાયેલા છે.સોશિયલ મીડિયા પર ફોલોવર્સ આવે છે અને ધીમે ધીમે મેમ્બર્સની સંખ્યા વધી રહી છે.મારા મિત્ર અને આ ક્લબના મેમ્બર પાર્થભાઈને બિયર્ડનો શોખ છે.અને અમે બંને બિયર્ડ ઘણા લાંબા સમયથી રાખીએ છીએ.ઘણી જગ્યાએ જાઈ ત્યારે જોતા કે ઘણા લોકોને બિયર્ડનો શોખ હોય છે અને તેઓ બિયર્ડ રાખે છે.

ગરીબ બાળકોને મદદ કરવાનો ઉદેશ્ય
ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે પણ એક સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબ ચાલુ કરીએ.અને જે લોકો બિયર્ડના શોખિન છે તે લોકોને આપણે ભેગા કરીએ.સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબનો હેતુ એ છે કે અમે બધા ભેગા થઈએ અને જે પણ ફંડ ભેગુ થાય એટલે કે અમારી પાસે ફંડ આવતુ હોય કે ક્લબના મેમ્બર પાસે જે ફંડ આવતું હોય તે ફંડને સાચી દિશામાં વાપરવામાં આવે.એટલે કે ગરીબ બાળકો માટે કંઈક કરીએ.જરૂરીયાત મંદ લોકો માટે કંઈક કરીએ.આપણે દરરોજ તો કંઈક ન કરી શકીએ પણ અઠવાડિયે એકવાર તો ભેગા મળીને જરૂરીયાતમંદ લોકોને મદદ કરીએ.ગરીબ બાળકોને મદદ કરીએ.

બિયર્ડની શું ખાસિયત છે લોકો એ નથી જોતા
લોકોના મનમાં ડર હોય કે આને બિયર્ડ છે તો તે મારશે અને તે આવા હશે તે તેવા હશે.પણ ખરેખર બધા લોકો એવા નથી હોતા.બિયર્ડની શું ખાસિયત છે લોકો એ નથી જોતા.કારણે પહેલાના સમયમાં જે ઋષિ મુનીઓ હતા રાજારજવાડા હતા એ લોક પણ દાઢી રાખતા હતા.આપણે કોઈ ધર્મની વાત નથી કરતા પણ શિખ ધર્મના લોકો આજે પણ દાઢી રાખે છે.હિન્દુ ધર્મમાં પણ દાઢી રાખતા હતા તો આપણે પણ રાખી શકીએ.અત્યારે ફરી લોકો દાઢી રાખી રહ્યાં છે.

કોઈ પણ ધર્મના લોકો બની શકે છે મેમ્બર
અમારો ઉદેશ્ય એ જ છે લોકો પણ દાઢી રાખે અને રાખે છે તો તેની કેવી રીતે કેર કરવી અને કેવી રીતે ના કરવી.તો આપણે એકબીજા મળીશું તો આપણને ખબર પડશે.અને જાણવા પણ મળશે. અમારો હેતુ સેવા કરવાનો છે.અમે કોઈ ધર્મનો પ્રચાર નથી કરતા.અમારે કોઈ નાત-જાતનો ભેદ નથી.બસ અમે ખાલી તેને પ્રમોટ કરવા માંગીએ છીએ.અને સેવાકિય પ્રવૃતિ કરવા માંગીએ છીએ.અમારા મેમ્બર કોઈ ધર્મના લોકો બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ