બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / historic sentences Gujarat three pocso cases surat amreli tapi

દુષ્કર્મીને દંડ / ગુજરાતમાં 3 પોક્સો કેસમાં ઐતિહાસિક ચુકાદા: સુરત સહિત તાપી અને અમરેલીમાં પણ આરોપીઓને ફટકારાઈ સજા

Hiren

Last Updated: 07:00 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ત્રણ પોસ્કો કેસમાં ઐતિહાસિક સજા ફટકારવામાં આવી છે. માત્ર એક જ મહિનામાં પરિવારને ન્યાય અપાવવાનું કામ પોલીસે કર્યું છે. ત્યારે રાજ્યમાં આજે કુલ ત્રણ પોક્સો કેસમાં સજા સંભળાવવામાં આવી છે.

  • તાપીની સ્પે. પોસ્કો કોર્ટે 2 શખ્સોને સજા ફટકારી
  • અમરેલીમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મીને સજા ફટકારી
  • સુરતમાં દુષ્કર્મ-હત્યાનો કેસમાં ફાંસીની સજા

ચોરી... લૂંટફાટ... બળાત્કાર... અને હત્યાના કિસ્સા ગુજરાતમાં ખુબ વધી રહ્યા છે. તેમાં પણ નાની બાળકીઓના દુષ્કર્મના કિસ્સાઓ પણ વધ્યા છે ત્યારે આજે ગુજરાતમાં ત્રણ દુષ્કર્મના કેસમાં ઐતિહાસિક સજા ફટકારવામાં આવી છે.

તાપી જિલ્લાની સ્પેશિયલ પોસ્કો કોર્ટે 2 આરોપીને 20 વર્ષની સજા ફટકારી

તાપી જિલ્લાની સ્પેશિયલ પોસ્કો કોર્ટે 2 શખ્સોને આકરી સજા ફટકારી છે. 2 અલગ અલગ ગુનાના પોસ્કો કેસમાં કોર્ટે હુકમ કર્યો છે. આ બંને ગુના વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતાં. આ બંને આરોપીઓએ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપી છે. આથી સ્પેશિયલ પોસ્કો કોર્ટે વિકી ગામીત અને અંકિત ચૌધરી નામના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. બન્ને આરોપીને 20 વર્ષની સજા અને 3 લાખ 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

અમરેલીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ

અમરેલીમાં બળાત્કાર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તો સાથે 12 હજારનો દંડ અને વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે. અમરેલી અજમેરા શાળા પાસે 13-3-19ના રોજ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે મોટા ગોરખવાળા ગામના સંજય ઉર્ફે સુધીર પ્રવિણભાઇ બગડાને ઝડપી લીધો હતો. ત્યારે આજે કોર્ટે આરોપીને સજા સંભળાવી છે.

સુરત દુષ્કર્મ અને હત્યાનો કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા

સુરત માં દિવાળીના દિવસે બાળકીનું અપહરણ કર્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેણીની હત્યા કરી ગદેવામાં આવી હતી. આ કેસમાં માત્ર 28 દિવસમાં ચુકાદો આવી ગયો અને આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપીને સજા મળ્યા બાદ બાળકીના પિતાની પ્રતિક્રિયા સામે આવી હતી. બાળકીના પિતાને જલ્દીથી ન્યાય મળ્યાની ખુશી થઇ છે. પિતાને પણ આટલો જલ્દી ન્યાય મળશે એવી આશા ન હતી. સરકારી વકીલ દ્વારા પણ તેમને ભરોસો આપવામાં આવ્યો હતો. હવે પિતા માત્ર આરોપી ગુડ્ડુ યાદવની ફાંસીની તારીખ નક્કી કરાવવા માટે તૈયારી કરશે.

સાંતેજ વિસ્તારમાં બાળકીઓ સાથે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા (1-12-2021)

થોડા દિવસ અગાઉ ગાંધીનગરના સાતેજમાં બાળકીઓ સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારીને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી હતી. આપને જણાવી દઈએ કે, સાંતેજની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં CCTVના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ પણ ગુનો કબૂલ્યો હતો. આરોપીએ કુલ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું અને એક બાળકીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી વિજય ઠાકોર શ્રમજીવીઓની બાળકીઓને જ ફસાવતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ