બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / hiring from Twitter the company launched the X Hiring Beta feature

જાહેરાત / હવે ટ્વિટરથી મળશે રોજગાર, કંપનીએ X Hiring Beta ફીચર લોન્ચ કર્યું, આવી રીતે મળશે આસાનીથી નોકરીઓ

Kishor

Last Updated: 09:24 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વીટરે x hiring beta ની જાહેરાત કરી છે. જેમાં  માન્ય સંસ્થાઓ પોતાની નોકરીની ખાલી જગ્યાઓ અંગે ટ્વીટર પર માહિતી મૂકી શકશે.

  • વધુ એક વખત હેડલાઇન્સનું કારણ બન્યું ટ્વીટર 
  • હવે નોકરીની ખાલી જગ્યાઓ અંગે પણ ટ્વીટર પર મળશે માહિતી
  • XHiring હેન્ડલ દ્વારા જ ટ્વિટર પર કરાઈ પોસ્ટ

કરોડો યુઝર્સ ધરાવતું સોશિયલ મીડિયાનું લોકપ્રિય પ્લેટફોર્મ ટ્વીટર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. જે વધુ એક વખત હેડલાઇન્સનું કારણ બન્યું છે. આ વખતે કંપની દ્વારા માઈક્રોબ્લોગિંગ સેવાએ x hiring beta ની જાહેરાત કરાઈ છે. ચકાસાયેલી માન્ય સંસ્થાઓ માટે આ સેવા શરૂ કરાઈ છે. જેના દ્વારા હવે લિસ્ટમાં આવતી કંપનીઓ પોતાની નોકરીની ખાલી જગ્યાઓ અંગે ટ્વીટર પર માહિતી મૂકી શકશે. પરિણામે યુઝર્સને નોકરીની માહિતી આસાનીથી મળી શકશે. જેથી હવે એલાન મસ્કની માલિકીવાળું પ્લેટફોર્મ ટ્વીટર અન્ય લોકોને નોકરી આપવામાં નિમિત્ત બની શકશે.

@XHiring હેન્ડલ દ્વારા જ ટ્વિટર પર કરાઈ પોસ્ટ

જે સંસ્થાઓએ ટ્વિટરના 'વેરીફાઇડ ઓર્ગેનાઈઝેશન્સ' પર સબસક્રાઈબ કર્યું છે. તે સંસ્થાઓ x hiring beta પ્રોગ્રામ માટે સાઇન અપ કરી શકશે. જે માટે નામ, વેબસાઈટ, એક્સ હેન્ડલ, ઈમેલ સહિતની વિગત આપવાની રહેશે. આ અંગે @XHiring હેન્ડલ દ્વારા જ ટ્વિટર પર પ્રોગ્રામ અંગે પોસ્ટ શેર કરાઈ છે. આ ફક્ત વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ માટે જ હોવાની ચોખવટ પણ તેમાં કરવામાં આવી છે.


આટલો છે ચાર્જ

આમ જોઈએ તો ટ્વિટરે હવે મોટી અને વેરીફાઇડ કંપનીઓને ખાલી જગ્યા માટે વિગતો શેર કરવા એક માધ્યમ પૂરું પાડ્યું છે. તો ટ્વિટર યુઝર્સ પણ નોકરીઓ માટે અરજી કરી શકશે. સંસ્થાઓ, કંપનીઓ અને સંસ્થાઓના પેઇડ એકાઉન્ટના ફાયદા વિશે વાત કરતાં તેઓ તેમના કર્મચારીઓના એકાઉન્ટને સંલગ્ન અને ચકાસી શકે છે. ભારતમાં 'વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન' સબ્સ્ક્રિપ્શનની કિંમત 82,300 રૂપિયા પ્રતિ માસ છે. અહેવાલો અનુસાર, કંપનીઓ તેમની પ્રોફાઇલ પર વધુમાં વધુ 5 નોકરીઓ ઉમેરી શકે છે. ત્યારે ટ્વીટરનું આ પગલું LinkedIn જેવા જોબ પોસ્ટિંગ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવાનું મનાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ