બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Hindu temple targeted again in Australia Khalistan supporters vandalized and raised anti national slogans

BIG NEWS / ઓસ્ટ્રેલિયામાં ફરી હિન્દુ મંદિર ટાર્ગેટ પર, ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી લગાવ્યા દેશવિરોધી નારા

Arohi

Last Updated: 10:56 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયામાં ફરી એક વખત ખાલિસ્તાની સમર્થકોએ હિંદૂ મંદિરમાં તોડફોડ કરી છે. બે મહિનામાં આ ચોથી ઘટના છે. આ પહેલા મેલબર્ન, સિડની અને બ્રિસબેનમાં પણ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

  • ઓસ્ટ્રેલિયામાં ફરી નિશાના પર હિંદુ મંદિર 
  • ખાલિસ્તાની સમર્થકોએ કરી હિંદુ મંદિરમાં તોડફોડ 
  • બે મહિનામાં આવી ચોથી ઘટના

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. અહીં બ્રિસબેન સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી છે. બે મહિનામાં ઓસ્ટ્રેલિયામાં મંદિર પર હમુલાની આ ચોથી ઘટના છે. તોડફોડની ઘટના શનિવારે સવારે એ સમયે જોવા મળી જ્યારે શ્રદ્ધાળુ સવારની પૂજા માટે ત્યાં પહોંચ્યા. 

મંદિર મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ સતિંદર શુક્લાએ કહ્યું કે લોકોએ તેમને મંદિરની દિવાલોને તોડફોડ કરવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ઘટના વિશે મેનેજમેન્ટ કમિટીની મીટિંગ બાદ પોલીસ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવશે. 

સ્થાનિક મીડિયાએ શેર કરી તસવીર 
એક સ્થાનીક મીડિયાના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી રહેતા રમેશ કુમારે જણાવ્યું કે તે મંદિર પર હુમલાથી પરેશાન છે અને તે મંદિર પહોંચ્યા તો જોયું કે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ખાલિસ્તાન સપોર્ટર ઓસ્ટ્રેલિયાના હિંદુ સમુદાયને આતંકિત કરવાનું ક્ષડયંત્ર કરી રહ્યા છે. 

તેનાથી ધાર્મિક ગતિવિધિ અને મંદિર જવાનું પ્રભાવિત થયું છે. એક સ્થાનીક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે ખાલિસ્તાની સમર્થક હુમલાખોરોએ પીએમ મોદી વિરૂદ્ધ અપશબ્દ કહ્યા. સિખ દંગાનો ઉલ્લેખ કર્યો અને બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને પણ મંદિરની દિવાલો પર કાલે સ્પ્રે કરી દીધો છે. 

મંદિર મેનેજમેન્ટને ફોન કરી આપી ધમકી 
બ્રિસબેનમાં આ પહેલા ગાયત્રી મંદિરને પાકિસ્તાનના લાહોર સ્થિત ખાલિસ્તાની આતંકિયોને ધમકી ભરેલા ફોન કોલ કર્યા હતા. ફોન કોલ કરનાર ખાલિસ્તાની સમર્થકોની ઓળખ ગુરૂઅવદેશ સિંહના રૂપમાં થઈ જેણે 17 ફેબ્રુઆરીએ મંદિર મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ડોક્ટર જયરામને અને પછી ઉપાધ્યક્ષ ધર્મેશ પ્રસાદને ફોન કરીને ધમકી આપી અને ચેતાવણી આપી કે તેમણે ખાલિસ્તાની રેડરેંડમનું સમર્થન કરવું જોઈએ. કથિત રૂપે તેમણે ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.   

ઓસ્ટ્રેલિયાના હિંદુ સમુદાયને આતંકિત કરવાનો પ્રયત્ન 
હિંદુ હ્યમન રાઈટ્સના ડાયરેક્ટર સારા એલ ગેટ્સ કહે છે કે આ સિખ ફોર દસ્ટિસનો વૈશ્વિક હેટ ક્રાઈમની લેટેસ્ટ પેટર્ન છે. જે સ્પષ્ટ રીતે ઓસ્ટ્રેલિયા હિંદુ સમુદાયને આતંકિત કરવાનો પ્રયત્ન કરે છે. પ્રોપેગેન્ડા, ઈલ્લાગલ સાઈ અને સાઈબરબુલિંગ દ્વારા ખાલિસ્તાનની માંગ કરનાર સંગઠન ડર ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 

મેલબર્ન સિડની અને બ્રિસબેનમાં મંદિર પર હુમલા 
ખાલિસ્તાન સપોર્ટર સંગઠન ઓસ્ટ્રેલિયામાં હિંદુ સમુદાય વિરૂદ્ધ ઘણી વખત ષડયંત્ર કરે છે. બ્રિસબેનમાં ઓનરેરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સદસ્ય અર્ચના સિંહ જણાવે છે કે 22 ફેબ્રુઆરીએ જ્યારે તે ઓફિસ પહોંચ્યા તો ત્યાં ખાલિસ્તાનનો ઝંડો લાગ્યો હતો. 

ત્યાર બાદ તેમણે સ્થાનીક પોલીસને જાણકારી આપી. મેલબર્ન, સિડની અને બ્રિસબેનમાં પહેલા પણ ઘણા મંદિરો પર હુમલો કરવામાં આવ્યા છે અને તેના માટે ખાલિસ્તાન સમર્થકોને જ જવાબદાર માનવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ