બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Highest Property Tax Payer Ahmedabad Leader in Vaccination

રિપોર્ટ / સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવનાર અમદાવાદનો આ ઝોન વેક્સિનેશનમાં પણ અગ્રેસર, સત્તાવાર આંકડા જાહેર

Priyakant

Last Updated: 04:00 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વેક્સિનેશનને લગતા તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગઈ કાલ સુધી સેકન્ડ ડોઝના વેક્સિનેશનના મામલે શહેરના સૌથી સમૃદ્ધ અને શિક્ષિત ગણાતો પશ્ચિમ ઝોન તમામ ઝોનમાં પ્રથમ ક્રમાંકે

  • અમદાવાદ પશ્ચિમ ઝોન કોરોના વેક્સિનેશનના મામલે અવ્વલ 
  • પશ્ચિમ ઝોનમાં ફક્ત 5,417 લોકો વેક્સિનના સેકન્ડ ડોઝથી વંચિત
  • દક્ષિણ ઝોન વેક્સિન લેવાના મામલે સૌથી વધુ ઉદાસીન

ગત ડિસેમ્બર-ર૦રરમાં ચીન સહિતના દેશોમાં કોરોનાએ નવેસરથી ફૂંફાડો મારતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં પણ સત્તાવાળાઓ સતર્ક બની ગયા હતા. કોરોનાનો ભય શહેરીજનોમાં પ્રસરી જતાં સામે ચાલીને લોકો કોરોના વેક્સિન લેવા માટે પોતાની નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં દોડી ગયા હતા, જેના કારણે એક તબક્કે વેક્સિનના ડોઝ પણ ખૂટી પડ્યા હતા. કોરોના વેક્સિનેશનને લગતા તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગઈ કાલ સુધી સેકન્ડ ડોઝના વેક્સિનેશનના મામલે શહેરના સૌથી સમૃદ્ધ અને શિક્ષિત ગણાતો પશ્ચિમ ઝોન તમામ ઝોનમાં પ્રથમ ક્રમાંકે છે. પ્રોપર્ટી ટેક્સના મામલે મ્યુનિ. તિજોરીને વર્ષોથી છલકાવી દેનાર પશ્ચિમ ઝોન વેક્સિનેશનના મામલે પણ અવલ નંબરે હોઈ આ બાબત પ્રશંસનીય છે તેવી ચર્ચા ઊઠી છે. 

કોરોનાનો ખોફ ડિસેમ્બરમાં ખૂબ ફેલાયો હતો. ચીનમાં રોજ હજારો લોકો તરફડી-તરફડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તેવા અહેવાલો સામે આવતા હતા. હોસ્પિટલના ગેટ બહાર છેલ્લા શ્વાસ લેનારા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અમદાવાદીઓમાં અચાનક વેક્સિનેશનના મામલે જાગૃતિ આવી હતી. જે અર્બન સેન્ટરમાં વેક્સિન લેવા માટે કોઈ ડોકાતું ન હતું અને રીતસર કાગડા ઊડતા હતા ત્યાં લોકોએ લાઈન લગાવી દીધી હતી.         

વેક્સિનેશનના સેકન્ડ ડોઝના સત્તાવાર આંકડામાં દર્શાવ્યા મુજબ પશ્ચિમ ઝોનમાં ગઈ કાલ સુધી માત્ર ને માત્ર પ૪૧૭ લોકો તેમના સેકન્ડ ડોઝથી વંચિત છે. બીજા અર્થમાં આ ઝોનમાંથી વધુ ને વધુ લોકોએ વેક્સિન લેવાનું હિતાવહ સમજ્યું છે. પશ્ચિમ ઝોનના નાગરિકોએ વેક્સિનેશનને વધાવી લીધું છે તો સામા છેડે દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં લોકોની ઉદાસીનતા આંખે ઊડીને વળગે તેવી છે. 

File Photo 

એક તરફ પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, વાડજ વગેરે પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં રહેતા લોકોએ કોરોના સામેની લડત માટે વેક્સિનેશનને ખાસ જરૂરી ગણ્યું છે તો બીજી તરફ દક્ષિણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુર, લાંભા, મણિનગર, ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડના કુલ 1,66,878 લોકોએ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ હજુ સુધી લીધો નથી. દક્ષિણ ઝોન ઉપરાંત પૂર્વ ઝોનમાં પણ લોકો વેક્સિનેશન માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જાણે કે ફરક્યા જ નથી તેમ તંત્રના સત્તાવાર આંકડા દર્શાવે છે.

પૂર્વ ઝોનમાં 1,55,380 લોકોએ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો ન હોઈ આ બાબત મ્યુનિ. હેલ્થ વિભાગને પરેશાન કરી રહી છે. ઉત્તર ‌ઝોનમાં પણ લોકોની વેક્સિનેશન સામેની બેદરકારી પ્રકાશમાં આવી છે. આ ઝોનના 1,51,024  લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવા અર્બન હેલ્થ સેન્ટરમાં હજુ સુધી પગ મૂક્યો નથી. ગઈ કાલની સ્થિતિએ શહેરના કુલ 5,68,891  લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો ન હોઈ આ બાબત ખરેખર ચિંતાજનક છે. અત્યારે મ્યુનિ. તંત્ર પાસે વેક્સિનનો પૂરતો ડોઝ છે, પરંતુ લોકો વેક્સિન લેવા આવતા નથી. 

File Photo 

ગુજરાતમાં કુલ 12.81 કરોડ લોકોએ વેક્સિન લીધી
સમગ્ર રાજ્યમાં પણ વેક્સિનેશનના મામલે લોકોની બેદરકારીથી ખાસ ઉત્સાહજનક ચિત્ર નથી. વેક્સિનેશનમાં ગુજરાત કરતાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ અને પ. બંગાળ આગળ છે. ગુજરાતમાં ગઈ કાલ સવારના સાત વાગ્યાની સ્થિતિએ કુલ 12.81 કરોડ લોકો વેક્સિનેટેડ થયા હતા.

ખાંસી-તાવ સહેલાઈથી મટતાં ન હોઈ લોકોમાં ફફડાટ
અત્યારે કોરોનાના મામલે તંત્ર રાહત અનુભવી રહ્યું છે તો બીજી તરફ તાવ અને ખાંસીના કેસમાં વૃદ્ધિ થઈ છે. હાલના વાતાવરણમાં દર્દીઓનો આમાંથી સહેલાઈથી છુટકારો થતો નથી, જેના કારણે ઘણા જાગૃત નાગરિકો ખાનગી રીતે કોરોનાના ટેસ્ટ પણ કરી રહ્યા છે, જોકે ન્યુમોનિયાના કિસ્સા પણ વધતા હોઈ મ્યુનિ. હેલ્થ વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. 

હજુ પણ 75 ટકાથી વધુ લોકો બૂસ્ટર ડોઝથી વંચિત
કોરોના વેક્સિનનો થર્ડ ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લેવાના મામલે તો લોકોએ ભારોભાર લાપરવાહી દાખવી છે. અમદાવાદમાં કુલ 46 લાખ લોકો બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર છે તેમાંથી માત્ર 10 લાખ જેટલા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હોઈ 75 ટકાથી વધુ લોકો તેનાથી વંચિત છે.

અમદાવાદમાં ગઈ કાલે ફક્ત 55 લોકો વેક્સિનેટેડ થયા
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સત્તાવાર યાદી મુજબ ગઈ કાલે સાંજના પાંચ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કુલ 676 લોકોએ વેક્સિન લીધી હતી, જેમાં અમદાવાદમાંથી માત્ર 55 લોકો વેક્સિનેટેડ થયા હતા. અમદાવાદ કરતાં વડોદરા કોર્પોરેશનમાં 116 લોકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં 165 લોકોએ વેક્સિન લીધી હતી. અમદાવાદ ‌જિલ્લો પણ 59 લોકોના વેક્સિનેશનથી અમદાવાદ શહેર કરતાં આગળ નીકળી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ