બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / High Court notice to State DGP and Surat Police Commissioner in case of permanent transfer of Surat Traffic Constable,
Malay
Last Updated: 09:33 AM, 8 October 2023
ADVERTISEMENT
Surat News: સુરત ટ્રાફિક કોન્સ્ટેબલની અરજીને લઈને હાઈકોર્ટે DGP અને CPને નોટિસ ફટકારી છે. કોન્સ્ટેબલની કાયમી બદલીના કેસમાં ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે ઉચ્ચ અધિકારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરનાર કોન્સ્ટેબલની સુરત ટ્રાફિક વિભાગમાંથી કાયમી ધોરણે ભુજ બદલી કરાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ કોન્સ્ટેબલની કાયમી ધોરણે બદલી
સુરતના ટ્રાફિક વિભાગમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનીષ બારીયાએ ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જે બાદ 1 સપ્ટેમ્બર 2023ના હુકમથી મનીષ બારીયાની કાયમી ધોરણે ભુજ બદલી કરી દેવાઈ હતી. સુરત ટ્રાફિક વિભાગમાંથી કાયમી ધોરણે ભુજ બદલી કરી દેવાતા અરજદાર મનીષ બારીયા દ્વારા હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી.
અરજદારે હાઈકોર્ટમાં કરી રિટ
રિટ અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ કિન્નાખોરી રાખીને મારું સુરતથી ભુજ ખાતે કાયમી ટ્રાન્સફર કરી દેવાયું છે. તેઓએ જણાવ્યું હતું કે આંતરજિલ્લા બદલીમાં કાયમી ધોરણે બદલી ન કરી શકાય, પરંતુ નિયત સમયમર્યાદા માટે બદલી કરી શકાય.
હાઈકોર્ટે જારી કરી કારણદર્શક નોટિસ
આમ સત્તવાળાઓનો નિર્ણય હાઈકોર્ટના સંબંધિત ચુકાદા અને કાયદાકીય જોગવાઈથી વિપરીત હોઈ હાઈકોર્ટે તેને ગેરકાયદે ઠરાવવો જોઈએ. સુરત ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલની અરજી પર હાઈકોર્ટે રાજ્યના DGP, સુરત પોલીસ કમિશનર અને ભુજ એસપીને કારણદર્શક નોટિસ મોકલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT