બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain has been predicted in Gujarat for 5 days by the Meteorological Department

આગાહી / હવે મેઘરાજા નહીં ખમે: સુત્રાપાડામાં 21 ઇંચ, ધોરાજીમાં 12 ઇંચ, હજુ આગામી 5 દિવસ ભારે, 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Malay

Last Updated: 01:09 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy rain forecast: ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 2 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

  • રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • ગુજરાતના 3 જિલ્લાઓમાં આજે જાહેર કરાયું રેડ એલર્ટ
  • વલસાડ, અમરેલી અને ભાવનગર અતિ ભારે વરસાદની આગાહી
  • ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 21.5 ઈંચ, ધોરાજીમાં 12 ઈંચ, પાટણ-વેરાવળમાં 15 ઈંચ, કોડીનારમાં 9 ઈંચ, જામ કંડોરણામાં 7 ઈંચ, તલાલામાં 12 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ, મેંદરડામાં સવા 4 ઈંચ, સુરતમાં સવા 4 ઈંચ, પેટલાદમાં પોણા 4 ઈંચ, માળીયા હાટીનામાં 3.5 ઈંચ, કેશોદમાં સવા 3 ઈંચ, દસાડામાં સવા 3 ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, લુણાવાડામાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, માણાવદરમાં સવા 2 ઈંચ અને ડભોઈમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યાતા છે. 

આ વિસ્તારોમાં પણ પડી શકે છે વરસાદ 
આ ઉપરાંત આજે દમણ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 

20-21 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા,  અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ