બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / વડોદરા / Heavy to heavy rain forecast for three days, Meghraja will bat stormy in Gujarat

આવ રે વરસાદ... / ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે મેઘરાજા, જુઓ શું કહે છે આગાહી

Vishal Khamar

Last Updated: 05:25 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. આજે રાજ્યનાં 59 તાલુકાઓમાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • અગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
  • 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે

આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનનાં અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી
ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઈ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.
ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. 

રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યનાં 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલનાં જાંબુઘોડામાં 3.7 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં  ગોધરામાં 3.5 ઈંચ, વડોદરાનાં દેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઈંચ, ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઈંચ, સાવલી અને ઘોઘંબામાં 1.75 ઈંચ જ્યારે ધાનપુરામાં 1.5 ઈંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

શ્રેયસ ગરનાળામાં ફસાઈ હતી કોલેજની બસ
નડિયાદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે નડિયાદના શ્રેયસ ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું છે. આ ગરનાળામાં આજે સવારે કોલેજની બસ ફસાઈ ગઈ હતી. કોલેજની બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. બસ અધવચ્ચે બસ બંધ પડી જતાં કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ