બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Heavy snowfall, avalanche alert in hilly areas of North India

હવામાન અપડેટ / 475 માર્ગો બંધ, ફ્લાઇટો રદ... ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલનનું એલર્ટ

Priyakant

Last Updated: 12:42 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast India Latest News: રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

  • હવામાન વિભાગે હિમવર્ષા અને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
  • કાશ્મીરમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી 
  • હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ઓરેન્જ એલર્ટ જાહેર 

IMD Forecast India : હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કાશ્મીરમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.

PTI એજન્સીના જણાવ્યા અનુસાર હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે લગભગ 11.15 વાગ્યે ભૂસ્ખલનને કારણે 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા અને વરસાદ પછી પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની અવરજવરને અસર થઈ હતી.

વધુ વાંચો: હવે કેનેડામાં ઘર લેવું જાણે એક સપનું બની જશે! ટ્રુડો સરકારની આ જાહેરાતથી લાગશે મોટો ઝટકો

અધિકારીઓના જણાવ્યા અનુસાર શિમલામાં 161, લાહૌલ-સ્પીતિમાં 157, કુલ્લુમાં 71, ચંબામાં 69 અને મંડી જિલ્લામાં 46 રસ્તાઓ બંધ છે. ઉત્તરાખંડમાં રવિવારે ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ બાદ તીવ્ર ઠંડી ચાલુ રહી હતી. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઔલી, દેહરાદૂનના ચકરાતા અને ઉત્તરકાશી જિલ્લાના ચૌરાંગીખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા થઈ હતી.આ સિવાય શનિવારે રાત્રે દેહરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. સત્તાવાળાઓએ કાશ્મીરના પહાડી વિસ્તારો માટે હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી છે અને સ્થાનિક રહેવાસીઓને આગામી 24 કલાક માટે બિનજરૂરી હિલચાલ ટાળવા વિનંતી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ