બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / Heavy rains... Farmers happy, rivers overflowed, roads blocked
Vishal Khamar
Last Updated: 04:35 PM, 24 June 2023
ADVERTISEMENT
ગોધરાના દહિકોટ પાસે પાનમ નદીમાં બે ટ્રકો અને હિટાચી મશીન ફસાયા
પંચમહાલ જીલ્લામાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા પાનમ નદીમાં નવા નીર આવ્યા હતા. ગોધરાનાં દહિકોટ પાસે પાનમ નદીમાં બે ટ્રકો અને હિટાચી મશીન ફસાયા છે. તેમજ રેતી ભરવા ગયેલ ટ્રકો સાથે ડ્રાઈવર સહિત માણસો પણ ફસાયા છે. નદીમાંથી કેટલાક લોકો દ્વારા હીટાચી મશીન કાઢવા મથામણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ઉમરેઠ પંથકમાં પણ વરસાદ ખાબક્યો
આણંદનાં સોજીત્રા પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સોજીત્રા તાલુકાનાં રૂણજ, પલોલ, ડાલી ગામમાં પણ વરસાદ પડ્યો હતો. ઉમરેઠ પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. જેમાં સુરેલી, સુંદરપુરા, ભાલેજ ગામમાં સાર એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જ્યારે પણસોરા, થામણા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્ય હતો. ઉમરેઠ અને આણંદમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઘોઘંબાથી બારીયા ગામને જોડતો રસ્તો બંધ
પંચમહાલ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. ઘોઘંબાથી બારીયા ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઘોઘંબાનાં વેલકોતર ગામ નજીક કોતરમાં પાણી વહેતા થયા હતા. ત્યારે કોતરનું પાણી રસ્તા પર ફરી વળતા ઘોઘંબા-બારીયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. અને ભારે વરસાદનાં કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી
ડાંગ જીલ્લામાં ચોમાસાનાં વધામણાં કરવામાં આવ્યા હતા. વરસાદની આગાહીને લઈને ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની મહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારનાં આદિવાસી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાપુતારા સહિત આજુબાજુનાં વિસ્તારોમાં વરસાદ વરસતા રાહત મેળવી હતી.
સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ VIDEO#Dang #Saputara #RainInGujarat #nature #VTVGujarati pic.twitter.com/bU2D8hA83m
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2023
મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
અરવલ્લી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. મોડાસાનાં ડીપ, ચાર રસ્તા, માલપુર રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે મોડાસાનાં ગ્રામ્ય પંથક સબલપુર, લાલપુર સહિતનાં પંથકમાં વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
સાબરકાંઠાનાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હિંમતનગરનાં ધનપુરા, ખેડ, રામપુરામાં વરસાદ પડ્યો હતો. પીંપળી કંપા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.