બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Heavy rain forecast in Gujarat including Ahmedabad Surat Rajkot for the next 48 hours

હવામાન / આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટથી લઈને આટલા જિલ્લાઓમાં અલર્ટ

Kishor

Last Updated: 03:28 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 48 ક્લાકમાં ગુજરાતનાઅ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર પણ સાબદું બન્યું છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે
  • દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ચોમાસુ સીઝનના પ્રારંભને લઈને ગુજરાતમાં સારા એવા મેઘમંડાણ થયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આગામી બે દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવા અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં  તંત્ર એલર્ટ બન્યું છે.

29 અને 30 જૂને રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરીથી વરસાદની ગતિ ધીમી પડશે અને વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે.

અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદ રહશે

નોંધનીય છે કે ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરે છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ પણ જ્યારે કરાયું હતું. અગાઉ આ આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.વધુમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો ખાસ અમદાવાદમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું વાતાવરણ સર્જાય તેવું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે...

બીજી બાજુ ચોમાસાને લઈને અંબાલાલ પટેલે રાહતરૂપ આગાહી કરી છે. જેમાં જણાવ્યું કે ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ