બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heartbreaking rescue of 3 laborers with rope from 70 feet deep pit, Gujarat water bombed by heavy rain

રેસ્ક્યું / 70 ફૂટ ઉંડા ખાડામાંથી દોરડા વડે 3 શ્રમિકોનું દિલધડક રેસ્ક્યૂ, ભારે વરસાદથી ગુજરાત જળબંબાકાર, બચાવ ઓપરેશનની જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 05:19 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે ગત રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો અનેક જગ્યાએ એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરાયું હતું.

  • ભરૂચનાં કાંસિયા ગામમાં પાણી ફરી વળ્યા
  • સાતઘોડા વિસ્તારમાં 2 યુવક પાણીમાં ફસાયા 
  • બંને યુવકને પોલીસ અને તંત્રએ કર્યા રેસ્કયુ

સાતઘોડા વિસ્તારમાં 2 યુવક પાણીમાં ફસાયા 
ભરૂચનાં કાંસિયા ગામમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા ખેતરમાં કામ કરી રહેલા 2 યુવકો પાણીમાં ફસાયા હતા. સાતઘોડા વિસ્તારમાં 2 યુવક પાણીમાં ફસાયા હોવાની જાણ થતા પોલીસ અને તંત્રએ બંને યુવકનું રેસ્ક્યું કર્યું હતું. 

લોકોને રેસક્યું કરવા એરફોર્સની મદદ લેવાઇ 
ગત રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા જીલ્લાનાં બરકાલ ગામનાં બેટમાં લોકો ફસાયા હતા. વ્યાસ બેટમાં 12 લોકો ફસાયા હતા. જેથી લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો. લોકોને રેસ્ક્યું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા. 

બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા
દેવગઢ બારિયા તાલુકામાં ઉચવાણ પાસે પાનમ નદીમાં 3 લોકોનું રેસ્ક્યું કરાયું હતું. રેસ્ક્યુ ટીમનાં મેમ્બર અને 1 સ્થાનિક વ્યક્તિ નદીમાં ફસાયા હતા. જેઓને એસડીઆરએફ ની ટીમે બોટ મારફતે રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા. 

ફસાયેલા 4 શ્રમિકોની જાણકારી મળતાં રેસ્ક્યુ કરાયા 
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠાની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આબુરોડ પાસેનાં શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિકો ફસાયા હતા. ખેતરમાં કામ કરતા સમયે નદીનો પ્રવાહ વધતા શ્રમિકો ફસાયા હતા. ફસાયેલા 4 શ્રમિકોની જાણકારી મળતા રેસ્ક્યું કરાયા હતા. કલાકો સુધી કૂવાની પાળી પર આશરો લઈ શ્રમિકોએ જીવ બચાવ્યો હતો. 
 

7 બાળક, 3 પુરુષ અને 12 બાળકોનું રેસ્ક્યુ
ભરૂચનાં નિકોરા ગામમાં NDRF દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરાયું હતું. NDRF  દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 7 બાળકો, 3 પુરૂષ અને 12 બાળકોનું રેસ્ક્યું કરાયું હતું.  

માંગરોળ ગામે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્કયૂ
માંગરોળ ગામે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યું કરાયું હતું. વાયબ્રન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ શિક્ષકો સહિત બાળકોનું રેસ્ક્યું કરાયું હતું. SDRFની ટીમે બોટ દ્વારા બિસ્કીટ પાણી પહોંચાડ્યું હતું. હાલ 6 બાળકોને રેસ્ક્યું કરી માંગરોળ ટેકરા પર લાવવામાં આવ્યા છે. ત્યારે બાળકો ધીરે ધીરે બહાર આવતા વાલીઓએ રાહતને શ્વાર લીધો હતો. આ રેસ્ક્યું કામગીરી લગભગ 5 કલાક સુધી ચાલી હતી. ડી.વાય.એસ.પી જી.એ.સરવૈયા સહિત પોલીસ ટીમ અને એસડીઆરએફ ખડેપગે રહ્યા હતા. 

ગોધરાના ચંચોપા ગામે 3 શ્રમિકોનું રેસ્ક્યું
પંચમહાલનાં ગોધરાનાં ચંચોપા ગામે 3 શ્રમિકોનું રેસ્ક્યું કરાયું હતું. ત્યારે પીઆઈ આસોડા સહિતના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ભારત માલા પ્રોજેક્ટનાં શ્રમિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. અંદાજીત 70 ફૂટ ઉંડા ખાડામાંથી દોરડા વડે કાઢવામાં આવ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ