બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Heart attack, cold-cough and fever, why are so many diseases increasing suddenly? Somewhere you don't even become a victim

ધ્યાન રાખજો / હાર્ટ અટેક, શરદી-ઉધરસ અને તાવ, અચાનક કેમ વધી રહી છે આટલી બીમારીઓ? ક્યાંક તમે પણ નથી બન્યાને શિકાર

Megha

Last Updated: 10:37 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાનોમાં હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે? ઘણા લોકો આ માટે ખોટું ખાનપાન, જીવનશૈલી, બીમારીઓ અને કોરોનાને કારણભૂત ગણાવી રહ્યા છે તો ઘણા લોકો આ માટે હવામાનના બદલાવને પણ જવાબદાર માને છે.

  • યુવાનો વચ્ચે વધી રહ્યો છે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો ખતરો 
  • શું બદલાતું હવામાન પણ કારણ છે?
  • શા માટે ખાંસી અને શરદીના કેસ વધી રહ્યા છે 

છેલ્લા કેટલાક સમયથી દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે અને આમાંના ઘણામાં લોકો હાર્ટ એટેક આવતા થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યા હતા. સૌથી ચિંતાજનક વાત એ છે કે અચાનક હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા મોટાભાગના લોકો યુવાન હતા. કેટલાકને ચાલતી વખતે, કેટલાકને ડાન્સ કરતી વખતે અને કેટલાકને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યા છે. 

યુવાનો વચ્ચે વધી રહ્યો છે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો ખતરો 
તેલંગાણામાં ડાન્સ કરતી વખતે અચાનક એક 19 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદના એક જીમમાં વર્કઆઉટ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એ પહેલા ગુજરાતના અમદાવાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન GST કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં એક મહિનામાં સાત લોકોના હાર્ટ એટેકથી અને કાર્ડિયાક અરેસ્ટથી મોત થયા છે. નોંધનીય છે કે આ તમામ કેસોમાં હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી હતી. 

અંહિયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે? ઘણા લોકો આ માટે ખોટું ખાનપાન, ખોટી જીવનશૈલી, બીમારીઓ અને કોરોનાને કારણભૂત ગણાવી રહ્યા છે તો ઘણા લોકો આ માટે હવામાનના બદલાવને પણ જવાબદાર માને છે. 

શું બદલાતું હવામાન પણ કારણ છે?
એક્સપર્ટસની માનીએ તો  "હવામાન બદલાવને કારણે ઘણી વખત બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે છે. આના કારણે નસોમાં બ્લડ ક્લોટિંગ એટલે કે બ્લડ ક્લોટ થવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવે છે. હવામાનમાં આવેલા અચાનક બદલાવની અસર લોકોની જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિ પર પડે છે. હવામાનના બદલાવ સાથે લોકોમાં ચેપનું જોખમ વધે છે સાથે જ આહારમાં ફેરફાર, કસરતનો અભાવ પણ હાર્ટ એટેકની શક્યતાઓ વધારે છે.  


 
તમારા હૃદયની સંભાળ કેવી રીતે રાખવી
યુવાનોમાં હૃદયરોગ થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાનું, વધુ પડતું વજન, ધૂમ્રપાન, દારૂનું સેવન છે. રોગોથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે. 

શા માટે ખાંસી અને શરદીના કેસ વધી રહ્યા છે 
આ સિવાય છેલ્લા કેટલાક સમયથી દેશમાં આવા ઘણા સમાચાર સામે આવ્યા હતા, જેમાં લોકોમાં વિચિત્ર ઉધરસની સમસ્યા જોવા મળી હતી. લોકોને આ ઉધરસ એકથી બે અઠવાડિયાથી થઈ રહી છે અને કફ સિરપ, દવા અને સ્ટીમ કંઈપણ એમની આ ઉધરસ પર અસર કરી રહી નથી. સોશિયલ મીડિયા પર પણ લોકો શરદી-ખાંસીના ચેપ વિશે વાત કરી રહ્યા છે. 

કોરોનાથી સંક્રમિત થયેલ લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે 
આ વિશે ડોકટરોનું પણ કહેવું છે કે આ દિવસોમાં જે દર્દીઓ ફ્લૂના લક્ષણો સાથે હોસ્પિટલમાં આવી રહ્યા છે, તેમનો તાવ અને શરદી ઠીક થઈ રહી છે પરંતુ તેમની ખાંસી એક મહિનાથી રહી છે. જોકે તેની પાછળ કોરોનાવાયરસ પણ એક કારણ છે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તેઓ ઘણી વાર બીમાર પડી રહ્યા છે. આ સિવાય હવામાનમાં આવેલા ફેરફારને કારણે બપોરના સમયે ગરમી અને સવાર-સાંજ થોડી ઠંડી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં, વાયરસ અને રોગો વધુ ફેલાય છે. 

શું લાંબી ઉધરસ પાછળ કોઈ નવો વાયરસ?
લોકોમાં અચાનક ફેલાતા રોગો અંગે એક્સપર્ટસનું માનવું છે કે "જ્યારે પણ હવામાનમાં ફેરફાર થાય છે, ત્યારે તમામ શ્વસન વાઇરસ કે જેને RNA અને ફ્લૂ વાયરસ તરીકે પણ ઓળખાય છે, એ હવામાનમાં ફેરફારને કારણે મનુષ્યની શ્વસનતંત્ર પર હુમલો કરે છે. તેઓ ખૂબ જ ઝડપથી મ્યુટેટ થાય છે. RNA વાયરસના પરિવર્તનને કારણે વાયરસના નવા પ્રકારો બહાર આવે છે. ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન લોકોએ કોવિડના નિયમોનું સારી રીતે પાલન કર્યું હતું. જેના કારણે લોકોમાં વાયરસ અને ફ્લૂના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે લોકો તેને અનુસરતા નથી જેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી રહી છે અને સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. વાઇરલ ઇન્ફેક્શનને કારણે શ્વસનતંત્રમાં ચેપ લાગે છે જેથી ઉધરસ, વારંવાર શરદી, માથાનો દુખાવો અને તાવ તેમજ સાંધાના દુખાવાની સાથે હોય છે.

પહેલાં એવું બનતું હતું કે ખાંસી અને શરદી એક અઠવાડિયામાં ઠીક થઈ જતી હતી, પરંતુ હવે તેને ઠીક થવામાં બે અઠવાડિયા લાગી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં રિકવર થવા માટે ત્રણ અઠવાડિયા લે છે. આ બીમારીઓ પોસ્ટ કોવિડને કારણે થઈ રહી છે, સાથે જ હવામાનમાં ફેરફાર પણ સૌથી મોટું કારણ છે. 

કેવી રીતે તેનાથી બચવું 
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વ્યક્તિએ પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ બીમાર છે, તો તે ડૉક્ટરની સલાહ પર વિટામિન સી, ડી અને મલ્ટીવિટામિન્સનું સપ્લિમેન્ટ લઈ શકે છે. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે ઝડપથી રાહત મેળવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ