બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hearing in the Supreme Court today regarding the promotion of 68 judges of Gujarat
Last Updated: 10:01 AM, 8 May 2023
ADVERTISEMENT
65 ટકા ક્વોટાના નિયમ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરીશ હસમુખભાઈ વર્મા દ્વારા માનહાનિના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું. એવામાં હવે ગુજરાતના સિનિયર સિવિલ જજ કેડરના બે ન્યાયિક અધિકારીઓએ હરીશ હસમુખભાઈ વર્મા સહિત આ 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપ્યો છે.
ADVERTISEMENT
જજોની નિમણૂંકો રદ કરવાની કરાઈ છે અપીલ
એક રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારના કાયદાકીય વિભાગમાં અન્ડર સેક્રેટરી રવિકુમાર મહેતા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સચિન પ્રતાપરાય મહેતાએ 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી દાખલ કરી છે. 28 માર્ચે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિમણૂંકો રદ કરવાની અપીલ કરવામાં આવી છે. અરજદારો તરફથી હાજર રહેલા વકીલે 10 માર્ચે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ પસંદગી યાદી અને રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂકની સૂચનાને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશની માંગ કરી હતી.
ઓછા માર્ક્સ ધરાવતા ઉમેદવારોની કરાઈ છે નિમણૂકઃ અરજદાર
આ સાથે જ જણાવી દઈએ કે 28 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કોર્ટમાં પેન્ડિંગ મામલા પર ન્યાયાધીશોની બદલી માટે 18 એપ્રિલે નોટિફિકેશન બહાર પાડવા બદલ હાઈકોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધીસૂચના બહાર પાડ્યા મુજબ વર્માને એડિશનલ જિલ્લા જજ મુજબ રાજકોટ જિલ્લા કોર્ટમાં બદલી કરવામાં આવી રહી છે. આ પર કોર્ટે ખાસ કરીને HCનો જવાબ માંગ્યો હતો કે શું સંબંધિત પોસ્ટ્સ પર પ્રમોશન સિનિયોરિટી-કમ-મેરિટ અથવા મેરિટ-કમ-સિનિયોરિટીના આધારે આપવામાં આવ્યું છે અને સમગ્ર મેરિટ લિસ્ટને રેકોર્ડ પર મૂકવું જોઈએ. અરજદારોએ જણાવ્યું હતું કે ઘણા પસંદ કરેલા ઉમેદવારો કરતાં વધુ માર્કસ મેળવવા છતાં, મેરિટ-કમ-સિનિયોરિટીના સિદ્ધાંતને બાયપાસ કરીને અને તેના બદલે સિનિયોરિટી-કમ-મેરિટના આધારે ઓછા માર્કસ ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી રહી છે.
રવિકુમાર મહેતા, સચિન મહેતાએ કરી છે અરજી
અરજદારોએ જણાવ્યું હતું કે ભરતીના નિયમો અનુસાર જિલ્લા ન્યાયાધીશની જગ્યા મેરિટ-કમ-સિનિયોરિટીના સિદ્ધાંતના આધારે ભરવાની હોય છે, 65 ટકા અનામત રાખીને અને યોગ્યતાની કસોટી પાસ કરવી જરૂરી છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ડિવિઝન બેન્ચે 13 એપ્રિલે નોટિસ જારી કરીને રાજ્ય સરકાર, હાઈકોર્ટ અને 68 પસંદ કરાયેલા ઉમેદવારોને 28 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.