બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Hearing in Gujarat High Court regarding lack of fire safety

સુનાવણી / ફાયર સેફ્ટીની બેદરકારીથી....: અરજદારે શાહીબાગની ઘટનાનું ઉદાહરણ ટાંકતા હાઇકોર્ટે કહ્યું પુરાવા રજૂ કરો

Priyakant

Last Updated: 02:25 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટીના અભાવ મામલે સુનાવણી, અરજદારને પુરાવા જમા કરાવવા કોર્ટનો આદેશ

  • ગુજરાત હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટીના અભાવ મામલે સુનાવણી
  • ફાયર સેફ્ટી પર કામગીરી ન થતી હોવાની રજૂઆત
  • અરજદારને પુરાવા જમા કરાવવા કોર્ટનો આદેશ
  • આવતા સપ્તાહમાં હાથ ધરાશે વધુ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટમાં આજે ફાયર સેફ્ટીના અભાવ મામલે સુનાવણી થઈ હતી. જેમાં અરજદારે અમદાવાદમાં શાહીબાગની હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાનું પણ ઉદાહરણ આપ્યું હતું. આજે અરજદારે ફાયર સેફ્ટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ તરફ કોર્ટે કહ્યું  કે, પુરાવા હોય તો રજીસ્ટ્રી ઓફિસમાં જમા કરાવો. મહત્વનું છે કે, હવે તમામ પુરાવા સાથે  આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે થશે. 

ફાયર સેફ્ટીના અભાવ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક અરજદારની અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. અરજદારે પોતાની અરજીમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે રજૂઆત કરી હતી. જેમાં અરજદારે તાજેતરમાં અમદાવાદના શાહીબાગની આગની ઘટનાનું પણ ઉદાહરણ આપ્યું હતું. અરજદારે કહ્યું હતું કે, ફાયર સેફ્ટીની બેદરકારીથી પ્રાંજલ નામની યુવતીનું મૃત્યુ થયું. 

અરજદારે શું કહ્યું ? 
એક અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે રજૂઆત કરી હતી. જેમાં તેમણે અમદાવાદના શાહીબાગની  હાઇરાઇઝ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પ્રાંજલ નામની યુવતીનું મોત થયું તેનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફાયર સેફ્ટીની બેદરકારીથી પ્રાંજલ નામની યુવતીનું મૃત્યુ થયું. આ સાથે ઉમેર્યું હતું કે, લોકોમાં ફાયર સેફ્ટીની જાગૃતતાનો અભાવ છે. ફાયર સેફ્ટીના અભાવથી આગના બનાવ વધી રહ્યા છે. આ સાથે ફાયર સેફટી પર કામગીરી થતી ન હોવાની પણ રજૂઆત કરી હતી. 

શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે ? 
આજે ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના અભાવ મામલેની એક અરજદારની અરજી પણ સુનાવણી થઈ હતી. જેમાં અરજદારની દલીલ બાદ હાઈકોર્ટે ટકોર કરી હતી કે, પુરાવા હોય તો રજિસ્ટ્રી ઓફિસમાં જમાં કરાવો. જોકે હવે તમામ પુરાવા સાથે આવતા અઠવાડિયે કોર્ટમાં સુનાવણી થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ