બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips what are multivitamins know benefits
Arohi
Last Updated: 08:31 AM, 26 March 2024
મોટાભાગે કમજોરી કે ભોજનમાં પોષક તત્વોની કમીને પુરી કરવા માટે ડોક્ટર મલ્ટીવિટામિન્સ દવાઓ લેવાની સલાહ આપે છે. તેમાં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમાં વિટામિન્સ, ખનિજ અને ઘણા જરૂરી તત્વો હોય છે. જે સ્વસ્થ્ય રાખવાનું કામ કરે છે.
ADVERTISEMENT
વિટામિન A, C, D, E, K, B અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશીયમ, પોટેશિયમથી ભરપૂર મલ્ટીવિટામિંસમાં કેપ્સૂલ, સિરપ બન્ને આવે છે. જોકે ડોક્ટરની સલાહ પર જ આ દવાઓને લેવી જોઈએ. આવો જાણીએ શરીર માટે આ મલ્ટીવિટામિન્સ કેવી રીતે ફાયદો કરે છે.
ADVERTISEMENT
પોષક તત્વોની કમી કરે છે દૂર
મલ્ટીવિટામિન ખાવાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી જાય છે. તેમાં વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જો ભોજનમાં જરૂરી પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો મલ્ટીવિટામિન્સ મદદ કરી શકે છે.
બીમારીઓથી બચાવે
ઘણી સ્ટડીમાં મળી આવ્યું છે કે મલ્ટીવિટામિન્સનું નિયમિત રીતે સેવન કરવાથી હાર્ટ બીમારીઓ, સ્ટ્રોક, કેન્સર અને ઘણી અન્ય બીમારીઓનો ખતરો ઓછો થઈ શકે છે. આ શરીર માટે જબરદસ્ત ફાયદાકારક છે.
ADVERTISEMENT
એનર્જી વધારે
મલ્ટીવિટામિન ખાવાથી શરીરના થાક ઓછો થઈ જાય છે અને એનર્જી વધે છે. તેનાથી શરીર મજબૂત થઈ શકે છે. જોકે ડોક્ટરની સલાહ બાદથી કોઈ પણ મલ્ટીવિટામિન લેવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે.
ADVERTISEMENT
મેન્ટ હેલ્થમાં સુધાર
ઘણા અભ્યાસથી પણ એ વાત જાણવા મળી છે કે મલ્ટીવિટામિનનું સેવન કરવાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી મેન્ટલ પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. તેનાથી મગરને ખૂબ જ રાહત મળી શકે છે.
સ્કિન, વાળ અને નખની હેલ્થમાં સુધાર
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર મલ્ટીવિટામિન દવાઓ લેવાથી ત્વચા, વાળ અને નખનું સ્વાસ્થ્ય સારૂ થાય છે. તેના સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે. જોકે એક્સપર્ટ્સની સલાહ લીધા બાદ જ આ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો: પૂરા દિવસ દરમિયાન આ સમયે થાય સૌથી વધુ લોકોના મોત, શરીરની કમજોરી છે કારણ'ભૂત'
ADVERTISEMENT
કોણો ન લેવી જોઈએ મલ્ટીવિટામિન દવાઓ?
મલ્ટીવિટામિન દવાઓ દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતી. જો કોઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો તેમણે ડોક્ટરની સલાહ લઈને જ આ દવાઓનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ મલ્ટીવિટામિન લો છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી શકે છે. મલ્ટીવિટામિનનું વધારે પ્રમાણમાં સેવન પેટમાં દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યાનું કારણ બની શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.