બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / life and death what time of the day do most people die

RIP! / પૂરા દિવસ દરમિયાન આ સમયે થાય સૌથી વધુ લોકોના મોત, શરીરની કમજોરી છે કારણ'ભૂત'

Arohi

Last Updated: 05:02 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Day Most People Die: જીવન અને મોતનું રહસ્ય આજ સુધી કોઈને ખબર નથી પડી. પરંતુ શું તમે જાણો છો કે આખા દિવસમાં કયો એવો સમય છે જ્યારે વ્યક્તિનું મોત સૌથી વધારે થાય છે.

જીવન અને મૃત્યુ એક મોટુ સત્ય છે સાથે રહસ્ય પણ છે. પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધારે વ્યક્તિ કયા સમયે મૃત્યુ પામે છે? જાણકારી અનુસાર સામાન્ય રીતે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિ માટે રાત્રીનો ત્રીજો તબક્કો ખતરનાક માનવામાં આવે છે. એટલે કે 3થી 6 વાગ્યાનો સમય. કારણ કે આ સમયમાં શૈતાની શક્તીઓ સૌથી વધારે શક્તિશાળી હોય છે અને આ સમયે વ્યક્તિનું શરીર સૌથી વધારે કમજોર હોય છે.

શું કહે છે મેકિડલ સાયન્સ? 
પરંતુ મેડિકલ સાયન્સના તથ્ય આ કહાનીઓથી બિલકુલ અલગ છે. મેડિકલ રિસર્ચ અનુસાર અસ્થમાના અટેકનો ખતરો દિવસ કરતા સવારે 3થી 4 વાગ્યા સુધી 300 ગણો વધારે હોય છે. તેનું પ્રમુખ કારણ આ સમયે એડ્રેનેલિન અને એન્ટી-ઈન્ફ્લેમેટરી હોર્મોનેસનું ઉત્સર્જન શરીરમાં ખૂબ ઘટી જાય છે. 

જેનાથી શરીરમાં શ્વસનતંત્ર ખૂબ જ વધારે સંકોચાઈ જાય છે. ત્યાં જ દિવસની અપેક્ષાએ આ સમયે બ્લડ પ્રેશર પણ સૌથી ઓછું હોય છે. આ પણ એક કારણ છે કે સવારે 4 વાગ્યે સૌથી વધારે લોકોના મોત થાય છે. 

એક્સપર્ટ્સ અનુસાર સવારે 6 વાગ્યે કોર્ટિસોલ હોર્મોનના ઝડપથી સ્ત્રાવના કારણે લોહીની ગાંઢો થઈ જાય છે અને તેનાથી એટેકનો ખતરો વધારે થાય છે. પરંતુ સૌથી વધારે બ્લડપ્રેશર રાત્રે 9 વાગ્યા થાય છે. આ પણ મોતનું કારણ બની શકે છે. એક્સપર્ટ્સ કહે છે કે કમજોરીના કારણે મોતની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. તેમનું કહેવું છે કે સવારે 6થી બપોરે 12 વાગ્યાની વચ્ચે હાર્ટએટેકની સંભાવના ખૂબ વધી જાય છે. 

વધુ વાંચો: ઈયરફોન કે ઈયરબડ્સથી લકવાનો ખતરો, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાત્રે સુતી વખતે પણ થાય છે વધુ મોત 
રાત્રે સુતી વખતે પણ લોકોના મોત થાય છે. તેનું કારણ સ્લીપ એપ્નિયા હોય છે. એટલે કે એક એવી બીમારી જેમાં સુતી વખતે લોકોના શ્વાસ રોકાઈ જાય છે. જીવન અને મોત એક રહસ્ય છે. આજ કારણ છે કે વિજ્ઞાન અને ધર્મ બન્ને પોતાની જાણકારી અનુસાર જીવન અને મોતને લઈને પોતાના તથ્ય જણાવે છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ