બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health five types of tea to lowering down the high cholesterol level in blood

આરોગ્ય ટિપ્સ / કોલસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબિત થશે આ 5 પ્રકારની ચા, આજથી જ કરો ડાયટમાં સામેલ

Manisha Jogi

Last Updated: 01:18 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ માત્રામાં ચા પીવાની આદત આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક ચા એવી પણ હોય છે, જે કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

  • મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે
  • આવો જાણીએ એવી ચા વિશે, જે આરોગ્યને લાભ પ્રદાન કરે છે
  • પાંચ અલગ અલગ પ્રકારની ચા, જે કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. ચા પીવાની આ આદતના કારણે લોકો જરૂર કરતા વધારે ચાનું સેવન કરે છે. વધુ માત્રામાં ચા પીવાની આદત આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક ચા એવી પણ હોય છે, જે કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને પણ હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા હોય તો આ ચાનું સેવન કરી શકો છો. 

કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રાખતી ચા
મેથીની ચા

મેથીના દાણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મેથીના અદભુત ગુણોને કારણે અનેક પ્રકારની આરોગ્યની સમસ્યાથી રાહત મળી શકે છે. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી મેથીની ચા બ્લડમાં કોલસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા માટે ખૂબ જ લાભકારી છે. 

હળદરની ચા
હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, એન્ટીઓક્સિડેન્ટનો સ્ત્રોત માનવામાં આવે છે. હળદરમાં રહેલ એન્ટી-ઈન્ફ્લામેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. હળદરની ચાનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ માટે પણ ખૂબ જ લાભકારી છે. 

ગ્રીન ટી
મોટાભાગના લોકો વજન ઓછું કરવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. ગ્રીન ટી વજન કંટ્રોલ કરવાની સાથે સાથે કોલસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રાખે છે. સીમિત માત્રામાં ગ્રીન ટીનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેમાં કેટેચિન સહિત અન્ય એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે, જે LDL કંટ્રોલમાં રાખે છે અને HDLમાં વૃદ્ધિ થાય છે. 

આમળાની ચા
જો તમને હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા હોય તો તે માટે આમળાની ચાનું સેવન કરવું જોઈએ. આમળાની ચામાં વિટામીન સી તથા અન્ય એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે, જે કોલસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને હાર્ટના આરોગ્યમાં સુધારો થાય છે. 

આદુની ચા
આદુ કોલસ્ટ્રોલની સમસ્યા દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. આદુમાં જિંજરોલ નામનું કંપાઉંડ હોય છે, જે પાચનતંત્રમાં કોલસ્ટ્રોલ એબ્ઝોર્પ્શન રોકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ