બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Health Benefits of eating chana chickpea for kids and adults

હેલ્થ / બ્લડ શુગર પર કંટ્રોલ, HBમાં વધારો... સ્વાસ્થ્ય માટે સૌથી વધારે હેલ્ધીકારક છે 'ચણા'નું સેવન

Vaidehi

Last Updated: 04:38 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લડ પ્રેશર, હૃદય, હાડકા વગેરે માટે આ કઠોળનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે. બાળકોથી માંડીને પુખ્ત વયનાં લોકોએ દરરોજ આ બિન્સ ખાવા જોઈએ.

  • આરોગ્ય માટે ખૂબ ઉપકારી છે ચણા
  • દરરોજ સેવન કરવાથી મળે છે અનેક ફાયદાઓ
  • બ્લડ પ્રેશર, હૃદય, હાડકા વગેરે માટે ફાયદાકારક

આપણે ઘણીવાર ભોજનમાં સ્વાદિષ્ટ ચણાનો આનંદ માણ્યો હશે. પરંતુ તેનાં પોષણથી અજાણ હોઈશું. ચણાને ગાર્બેંઝો બિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબરથી ભરપુર હોય છે. ચણાનો એક કપ એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે.

બ્લડ પ્રેશર નિયમનમાં મદદરૂપ
ચણા બ્લડ પ્રેશર કંટ્રોલ માટે લાભકારક છે. હાઈ બ્લડ પ્રેશર રોજિંદા અને પૂરતા પ્રમાણમાં પોટેશિયમના સેવનથી મેનેજ કરી શકાય છે, જે લગભગ ૪૭૦૦ મિલિગ્રામ જેટલું છે. ચણાના એક કપમાંથી તમને ૪૭૪ મિલિગ્રામ પોટેશિયમ મળે છે.

હૃદયનું આરોગ્ય સુધારવામાં અસરકારક
ચણાનો બીજો ફાયદો એ છે કે તેનાં સેવનથી તમારા હ્રદયને પર્યાપ્ત પોષણ આપી શકો છો. જેમ કે તે સેલેનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી, ફાઇબર, આયર્નથી ભરેલું છે. ચણા તમારા હૃદયનાં જોખમોની આપમેળે કાળજી લે છે, ઉપરાંત તે કોલેસ્ટરોલ ઘટાડે છે.

બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે
ડાયાબિટીસના વધઘટને નિયંત્રણમાં રાખવા માટે ચણા ખૂબ મહત્વના છે. એક કપ ચણામાં ૧૨.૫ ગ્રામ ફાઈબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેના ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછા હોવાને કારણે અને સ્ટાર્ચ એમાયલોઝની હાજરીને લીધે શરીર ચણાને ધીમે ધીમે શોષીને પચાવે છે. આમ, તે લોહીમાં ઇન્સ્યુલિન સ્પાઇક્સ અટકાવે છે.

હાડકાંનાં સ્વાસ્થ્ય અને હિમોગ્લોબિનને વધારે છે
આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, એ, ઈ, ફોલેટ, એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત હોવાને કારણે, ચણા હાડકાની જાળવણીમાં મોટું યોગદાન આપે છે અને શરીરની આયર્ન શોષણ ક્ષમતામાં વધારો કરે છે. તેથી, ચણાનાં સેવનથી હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે. 

પાચન પણ સુધારે છે
ચણામાં રેફિનોઝ નામક દ્રાવ્ય આહાર ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયામાં આંતરડાને મદદ કરે છે. તે પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. એકંદરે આંતરડાંની તંદુરસ્તી મેળવવા માટે તેના ફાયદાઓનો પૂર્ણ રીતે ફાયદો ઉઠાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ