બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health benefits of ashoka bark for diabetes

સ્વાસ્થ્ય / ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં રામબાણ ઉપાય છે આ લાકડાની છાલ, નુસખો અજમાવશો તો દવાની જરૂર નહીં પડે

Arohi

Last Updated: 08:43 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best way to control diabetes: ડાયાબિટીના દર્દીઓ માટે અશોકના ઝાડની છાલ ફાયદાકારક છે. આવો જાણીએ બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે.

  • અશોકના ઝાડની છાલ છે ફાયદાકારક 
  • બ્લડ શુગર કંટ્રોલ કરવા છે ઉપયોગી 
  • જાણો તેના ફાયદાઓ વિશે 

ડાયાબિટીસના દર્દીઓ ખૂબ જ વધી રહ્યા છે. આ એક એવી બિમારી છે જેને યોગ્ય લાઈફસ્ટાઈલ અને ભોજન દ્વારા કંટ્રોલ કરી શકાય છે. શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક ઘણી ઔષધિઓનો પ્રયોગ પણ કરવામાં આવે છે. આમ તો બજારમાં ઘણી દવાઓ છે જેનો ઉપયોગ કરીને વધતા બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. 

પરંતુ લાંબા સમય સુધી આ દવાઓનું સેવન કરવાથી લિવર અને કિડની ખરાબ થવા લાગે છે. ત્યાં જ આપણે અશોકના ઝાડની છાલનો ડાયાબિટીસમાં ઉપયોગ કરી શકીએ છીએ. 

અશોકના ઝાડની છાલનો ઉકાળો 

  1. અશોકના ઝાડની છાલમાં એન્ટી-ડાયાબિટિક ગુણ મળી આવે છે. ડાયાબિટીઝના દર્દી અશોની છાલને પાઉડર અને જાંબુના પાઉડરને સાથે સરખા પ્રમાણમાં મિક્ષ કરીને રોજ રાત્રે સુતા પહેલા હુફાળા પાણીની સાથે તેનું સેવન કરો. તેના સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. 
  2. તેના ઉપરાંત તમે એશોકની છાલના પાઉડરને લીંમડાની છાલના પાઉડરની સાથે બરાબર પ્રમાણમાં મિક્ષ કરીને 100 ગ્રામ પાણીની સાથે ઉકાળો બનાવો. જ્યારે ઉકાળો અડધો થઈ જાય તો ગેસ બંધ કરી દો. તેનું દરરોજ ખાલી પેટે સવારે સેવન કરો. 

અશોકની છાલના શું છે ફાયદા? 

  • ઈંફેક્શન રોકવામાં અશોક છાલ ફાયદો કરે છે. અશોકમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ઈન્ફેક્શનને ફેલ થવાથી રોકી શકે છે. 
  • પેટમાં કરમીયા થવાની સમસ્યામાં અશોકની છાલ ફાયદો કરે છે. અશોકની છાલના પાણીથી પેટના કરમીયા દૂર થાય છે. 
  • અશોકની છાલ ડાયરિયાને રોકવામાં મદદ કરે છે. તે આંતરડાને સ્વાસ્થ્ય બનાવે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ