બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health 5 easy ways to get rid of knee pain take help of ginger turmeric camphor oil

હેલ્થ ટિપ્સ / ઘૂંટણના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ ફૉલો કરો આ 5 ઉપાય, મળશે આરામ

Manisha Jogi

Last Updated: 02:48 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં અનેક લોકો ઘુંટણના દુખાવાથી પરેશાન છે. ઘુંટણના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે. ક્યારેક સામાન્ય દુખાવો થાય છે અને ઘણી વાર આ દુખાવો અસહ્ય બની જાય છે.

  • અનેક લોકો ઘુંટણના દુખાવાથી પરેશાન
  • ઘુંટણના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે
  • આ દુખાવાથી રાહત મેળવવા ઘરેલુ ઉપાય કરી શકો છો

સમગ્ર વિશ્વમાં અનેક લોકો ઘુંટણના દુખાવાથી પરેશાન છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધ વ્યક્તિને થતી હતી, હવે યુવાનો પણ આ સમસ્યાની ચપેટમાં આવી રહ્યા છે. ઘુંટણના દુખાવાના અનેક કારણ હોઈ શકે છે. ક્યારેક સામાન્ય દુખાવો થાય છે અને ઘણી વાર આ દુખાવો અસહ્ય બની જાય છે. અથડાવાને કારણે ઘુંટણનો દુખાવો થતો હોય તો તેને બેઠો માર કહે છે. આ દુખાવાથી રાહત મેળવવા ઘરેલુ ઉપાય કરી શકો છો, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

હળદર- આરોગ્યની પરેશાની દૂર કરવા માટે હળદરને કારગર માનવામાં આવે છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જેથી ઘુંટણના દુખાવાથી રાહત મળે છે. એક ચમચી હળદરમાં જરૂર અનુસાર પાણી લઈને પેસ્ટ બનાવો અને દિવસમાં બે વાર ઘુંટણ પર લગાવો. આ પ્રકાર કરવાથી રાહત મળે છે.

આદુ- ઘુંટણના દુખાવથી રાહત મેળવવા માટે આદુને અસરકારક માનવામાં આવે છે. આદુમાં એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જેથી દુખાવો દૂર થાય છે. આદુથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. ગરમ પાણીમાં આદુના નાના નાના ટુકડા કરીને નાખો. હવે તે પાણી ગાળીને તેમાં સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ નાખો. નિયમિતરૂપે આ પાણી પીવાથી ઘુંટણના દુખાવાથી રાહત મળશે. 

એલોવેરા- એલોવેરામાં ઘુંટણના દુખાવાને બહાર ખેંચવાની ક્ષમતા રહેલી છે. જે માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકે છો. એલોવેરા લગાવવાથી દુખાવો ઓછો ઝશે અને ઘુંટણનો સોજો પણ ઓછો થશે. એલોવેરા જેલમાં હળદર મિશ્ર કરીને પ્રભાવિત જગ્યા પર લગાવો. જેનાથી દુખાવો અને સોજો ઓછો થશે. 

કપૂરનું તેલ- ઘુંટણના દુખાવાથી રાહત મેળવવા માટે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. નિયમિતરૂપે કપૂરના તેલનો ઉપયોગ કરવાથી ઘુંટણના દુખાવાથી રાહત મળી શકે છે. એક ચમચી કપૂરના તેલમાં એક ચમચી નારિયેળનું તેલ મિશ્ર કરો. હવે તે ગરમ કરો. તેલ ઠંડુ થઈ જાય પછી દિવસમાં બે વાર તેનાથી ઘુંટણની માલિશ કરો. આ પ્રકારે કરવાથી ઘુંટણનો દુખાવો ઓછો થઈ જશે. 

એપ્સમ સાલ્ટ- ઘુંટણના દુખાવા માટે એપ્સમ સાલ્ટને કારગર માનવામાં આવે છે. એપ્સમ સાલ્ટમાં મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે, જેનાથી ઘુંટણનો દુખાવો ઓછો થાય છે. મેગ્નેશિયમથી સોજો ઓછો થાય છે. નહાવાના પાણીમાં એપ્સમ સાલ્ટ મિશ્ર કરીને નહાવું જોઈએ, જેથી બ્લડ ફ્લોમાં સુધારો થાય છે. ઉપરાંત પિપરમિંટ ઓઈલ અને લોબાના ઓઈલ પણ મિશ્ર કરી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ