Hardik Patel reaction after Bharatsinh Solanki's statement on Ram temple issue
વિવાદિત /
'ભગવાન રામથી તમને શું દુશ્મની, હિન્દુઓથી શા માટે આટલી નફરત ?' : ભરતસિંહના નિવેદન પર હાર્દિકના તીખા પ્રહાર
Team VTV05:27 PM, 24 May 22
| Updated: 10:47 PM, 24 May 22
રામ મંદિર મુદ્દે ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ હાર્દિક પટેલની ધારદાર પ્રતિક્રિયા, કહ્યું કોંગ્રેસને ભગવાન શ્રી રામથી શું વાંધો છે?
ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ રામમંદિર મુદ્દે આમને સામને
રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરે છે: ભરતસિંહ
ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે: હાર્દિક
અમદાવાદમાં કોંગ્રેસનું OBC સંમેલન યોજાયું હતું..આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના OBC નેતાઓ હાજર રહ્યા હતા.પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.ભરતસિંહે ભાજપ સરકારની તુલના અંગ્રેજો સાથે કરી અને કહ્યું કે, ભાગલા પાડોને રાજ કરોની નીતિવાળી સરકારને લોકો ઓળખી ગઈ છે.પરંતુ હવે તેમને પ્રજા જાકારો આપશે.રામમંદિરને લઈને પણ ભાજપ સરકાર પર વાર કર્યા હતા તો બીજી તરફ તેનો વળતો જવાબ આપ્યો હોય તેમ હાર્દિક પટેલે પણ ધડાધડ 2 ટ્વીટ કર્યા હતા.
રામશીલા પર કૂતરા પેશાબ કરતાં થઈ ગયા હતા: ભરતસિંહ સોલંકી
આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ રામ મંદિર મામલે પણ ભાજપ પર કટાક્ષ કર્યા હતા અને તેને લઈને વિવાદ ઉભો થયો છે.ભરતસિંહે કહ્યું કે, રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે સરકારે કરોડો આપ્યા હોવા છતા પ્રજા પાસે પૈસાનું ઉઘરાણું કરાયું છે.રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરી રહ્યા હોવાના આરોપો લગાવવા વિવાદ વધુ વકર્યો છે.આ બાદ તેઓએ કહ્યું કે એ જમાનામાં રામશીલાની વાત મને ખબર છે. ભગવાન રામની શીલા રાખવા પહેલા બહેનો વાજતે ગાજતે પૂરી શ્રદ્ધા સાથે તેણે પાદરે મૂકી આવે તેમણે લાગતૂ કે હવે મારા રામનું મંદિર બંધાશે પણ તેના પર કુતરા પેશાબ કરતાં થઈ ગયા હતા. આમ રામને છેતરવાળી સરકારને લોકો ઓળખી ગયા છે.
ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે: હાર્દિક
ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિક પટેલે ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. હાર્દિકે પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે હતુ કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઇ લેવા દેવા નથી. કોંગ્રેસ પાર્ટી હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં કામ કરતી આવી છે. ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. કોંગ્રેસને ભગવાન શ્રી રામથી શું વાંધો છે?, કોંગ્રેસના નેતાઓ વિવાદિત નિવેદનો કેમ આપે છે?, શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી? આવા સવાલો પણ હાર્દિકે કોંગ્રેસને કર્યા હતા.
Hardik Patel, who recently quit Congress, claims that "a former Union Minister & Gujarat Congress leader has made a statement that dogs urinate on the bricks of Ram Temple..." & asks "what's Congress' problem with Lord Ram & Hindus..." pic.twitter.com/6kTEAuBJLi
ભાજપનો ભરતસિંહને વળતો પ્રહાર
ભરતસિંહ સોલંકીના નિવેદન પર ભાજપ નેતા યગ્નેશ દવેએ રામમંદિર મુદ્દે ભરતસિંહના નિવેદનને વખોડી કાઢ્તા કહ્યું કે ભાજપનો સ્પષ્ટ વહીવટ છે. ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. સાત દાયકા સુધી કોંગ્રેસની સરકાર હતી પરંતુ રામ મંદિરનું નિર્માણ થયું નહી. આ નિવેદન ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.
ભાજપ સરકારમાં બક્ષીપંચ સમાજને મંત્રાલયમાં અન્યાયઃ ભરતસિંહ
આ ઉપરાંત ભરતસિંહે બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ના જીતી શકાય તેવી વાત કરતાં ભાજપ સરકારમાં બક્ષીપંચને મહત્વ ન અપાતું હોવાની વાત કરતા કહ્યું કે ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે. બક્ષીપંચ સમાજને મત્સ્યઉદ્યોગ અને નાના ખાતા અપાય છે. ભાજપમાં રહેલા આપણા ભાઈઓ જાગી આ બાજુ આવે તો સારું
ભાજપ સરકારમાં બક્ષીપંચ સમાજને મંત્રાલયમાં અન્યાય કરવામાં આવે છે. અને સારા ખાતા બક્ષીપંચ સમાજને આપવામાં આવતા નથી. અંગ્રેજો કરતા વધારે ભ્રષ્ટાચાર ભાજપ કરે છે
ભાજપ પાણી,શિક્ષણ,સામાન્ય વર્ગના લોકો માટે વાત નહીં કરે, ભાજપ વાળા આઝાદી લડતમાં ન હતા. અંગ્રેજોની દલાલી કરનાર લોકો ધીરેધીરે રાજનીતિમાં આવ્યા હોવાનો આક્ષેપ પણ નિવેદન દરમિયાન કર્યા હતા.
કોંગ્રેસ સામાજિક સંમેલનના રસ્તે
વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાજોને સાથે જોડવા માટે રાજકીય પાર્ટીઓ અલગ-અલગ સમાજના સંમેલનો કરી રહી છે.. પહેલા આદિવાસી વિસ્તારોમાં રાજકીય કાર્યક્રમો કર્યા બાદ હવે કોંગ્રેસે ઓબીસી સમાજ તરફ નજર દોડાવી છે.. અમદાવાદના વટામણ માં ઓબીસી સંમેલન યોજી કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ.. કોંગ્રેસે આ એટલા માટે શરૂ કર્યું છે કારણ કે રાજ્યમાં સૌથી વધુ 52 ટકા મતદાતાઓ ઓબીસી સમાજના છે. રાજ્યની 146 જ્ઞાતીઓ અને કુલ મતદાતાઓ પૈકી 52 ટકા મતદાતાઓ જે સમાજમાંથી આવે છે તે ઓબીસી સમાજને કોંગ્રેસ સાથે જોડવા કોંગ્રેસે ઓબીસી સંમેલનોની શરૂઆત કરી છે.
ઓબીસી સમાજને અન્યાયનો દાવો
અમદાવાદ જિલ્લાના વટામણ ખાતે કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાયું.રાષ્ટ્રીય કોંગ્રેસ ઓબીસી ના ચેરમેન અજય યાદવ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત રાજ્યના ઓબીસી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજને આપેલ આરક્ષણ અને અધિકારોની વાત કરતા હાલની ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજ સાથે અન્યાય કરી રહી હોવાનો દાવો કરાયો. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે રાજ્યનું બે લાખ કરોડ કરતાં પણ વધારે બજેટ છે..જેનું એક ટકા જેટલું બજેટ પણ ઓબીસી સમાજ માટે ફાળવવામાં નથી આવતું..સરકાર 52 ટકા વસ્તી સામે 27 ટકા અનામત આપે છે તો કમ સે કમ 27 ટકા બજેટ તો ફળવવું જ જોઈએ.