બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Hardik Patel made serious accusations against student leaders

આરોપ / હાર્દિક પટેલે વિદ્યાર્થી નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પૈસા લઈને કોલેજોમાં કરાવે છે એડમિશન: પબ્લિક યુનિવર્સિટી વિધેયક પસાર

Kishor

Last Updated: 07:49 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ માટેની ચર્ચામાં હાર્દિક પટેલે વિદ્યાર્થી નેતાઓ પર ધગધગતા આરોપ લગાવ્યા હતા.

  • વિદ્યાર્થી નેતાઓ પર MLA હાર્દિક પટેલના ગૃહમાં ગંભીર આરોપ
  • પબ્લિક યુનિવર્સિટી એક્ટ માટેની ચર્ચામાં હાર્દિક પટેલે મૂક્યા ગંભીર આરોપ 
  • વિદ્યાર્થી નેતાઓ પૈસા લઈને એડમિશન કરાવે છે: હાર્દિક પટેલ 

વિપક્ષના વિરોધ વચ્ચે પણ આજે ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ ગૃહમાં પસાર થયું છે. ત્યારે આજે પબ્લિક યુનિવર્સિટી એકટ માટે ગૃહમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થી નેતાઓ પર MLA હાર્દિક પટેલે ગૃહમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. ચર્ચામાં ગંભીર આરોપ મુકતા હાર્દિક પટેલે કહ્યું કે વિદ્યાર્થી નેતાઓ પૈસા લઈને એડમિશન કરાવે છે. વધુમાં કોલેજોમાં જઈ આંદોલન કરી મળતિયાઓને એડમિશન અપાવે છે. તથા ગામડાના વિદ્યાર્થીએ એડમિશન માટે વિદ્યાર્થી નેતાઓને પૈસા આપવા પડતા હોવાના પણ ચોંકાવનારા આરોપ લગાવતા ચર્ચા જાગી છે.

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ  કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે! | two days short session of the  Gujarat Legislative ...

જરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ 

15મી વિધાનસભાના ત્રીજા સત્ર એટલે કે, ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બિલ ગૃહમાં પસાર કર્યું છે. અત્રે જણાવી દઈએ કે, ચાર વખત નામંજૂર થયેલું બિલ આ વખતે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ બિલથી રાજ્યની 11 સરકારી યુનિવર્સિટી સરકારના તાંબા હેઠળ આવી ગઈ છે. જો કે, આ બિલને લઈ વિધાનસભા ગૃહમાં 12 જેટલા ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બિલ અંગે ગૃહમાં પાંચ કલાક જેટલી ચર્ચા કરાઈ છે. તેમજ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.  વધુમાં ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આ 11 યુનિવર્સિટીનો સમાવેશ

  1. વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
  2. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી
  3. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી
  4. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  5. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  6. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
  7. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
  8. ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
  9. કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
  10. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
  11. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી 

આ એક્ટની મહત્વની જોગવાઈ

  • યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે
  • એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે
  • યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે
  • આ એક્ટ દ્રારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસુત્રતા આવશે
  • રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલશ્રી રહેશે: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે
  • અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ 
  • યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
  • યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

'સુગઠિત નાણાંકીય અંકુશ આવશે'
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ વિધેયકના ફાયદા અંગે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે. સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે. વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે તેમ મંત્રીએ કહ્યું હતું.

કેટલીક સત્તા અપાઈ
યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્ય ક્રમો પણ ચલાવી શકશે. અત્રે નોંધનીય છે કે,પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કરતા આ એક્ટનો પ્રાથિમક ડ્રાફ્ટ સૂચનો માટે 15 દિવસ પબ્લિક ડોમેઈનમાં મૂકીને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 140 સ્ટેક-હોલ્ડર્સ પાસેથી 238 સૂચનો પ્રાપ્ત થયાં. જેમાંથી 30 સૂચનોને આધારે એક્ટમાં સુધારા પણ  કરવામાં આવ્યા છે‌. તથા 40 સૂચનોને સ્ટેચ્યુટ કે ઓર્ડિનન્સમાં સમાવેશ કરવામાં આવશે. અન્ય સૂચનો એવા છે કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈઓ સાથે સુસંગત નથી અથવા નીતિવિષયક ફેરફારનાં સૂચન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ