બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya will not be able to play the next New Zealand due to ankle injury

નિવેદન / હાર્દિક પંડયાની ઇજા કેટલી સિરિયસ? ન્યુઝીલેન્ડ સામેની મેચમાં નહીં રમે, ક્યારે મેદાનમાં ઉતરશે? BCCIએ આપ્યું મોટું અપડેટ

Kishor

Last Updated: 12:12 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની આગામી વર્લ્ડ કપ મેચ રમી શકશે નહીં. તે રીકવરી અર્થે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે જઈ રહ્યો છે.

  • સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયાનો મામલો
  • પગની ઘૂંટીમાં ઇજા થતા હાર્દિક ગંભરી
  • મામલે BCCIએ ફોડ પાળી દીધો

બાંગ્લાદેશ સામેની ODI વર્લ્ડ કપની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થતા જેને પગની ઘૂંટીમાં ઇજા થવા પામી હતી. આવી સ્થિતિ વચ્ચે હવે BCCIએ તેના વિશે એક મોટું અપડેટ આપ્યું છે. હાર્દિક વર્લ્ડ કપની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે કે નહીં? આ મામલે BCCIએ ફોડ પાળી દીધો છે.

ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની મેચમાં લેશે ભાગ
હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની આગામી વર્લ્ડ કપ મેચ રમી શકશે નહીં. BCCIએ હાર્દિકનું સ્કેનિંગ કરાવ્યું છે. તેને આરામની સલાહ આપવામાં આવી છે. જે સારવાર અને રીકવરી અર્થે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ મેચ રમશે. હવે ધર્મશાલા નહીં જાય અને હવે સીધો લખનૌ જશે જ્યાં ટીમને ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે.ભારતને 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની મેચ રમવાની છે.

આ ખેલાડીઓને મળી શકે છે મોકો 
વર્લ્ડ કપ 2023 માટે સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ તે એશિયા કપ 2023 વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ ઓફ સ્નિર આર અશ્વિનને ટીમમાં શામેલ કરવામાં આવ્યા. એવામાં પંડ્યા બહાર થાય તો અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી શકે છે. 

હાર્દિક પંડ્યાની જગ્યા પર ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર દીપક ચાહર અને શિવમ દુબેને પણ મોકો મળી શકે છે. બન્ને ખેલાડી આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતા અને એમએસ ધોનીને IPLની 5મી ટ્રોફી અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ