બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Hanuman Dada appears in female form

હનુમાન જન્મોત્સવ / સ્ત્રી સ્વરૂપમાં દર્શન આપે છે હનુમાન દાદા: વિશ્વમાં બીજે ક્યાંય નથી આવું મંદિર, જાણો રોચક કથા

Vishal Khamar

Last Updated: 09:15 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ભગવાન હનુમાનના સંખ્યાબંધ મંદિરો છે, જેમાં તેમના જુદા જુદા રૂપના દર્શન થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ભગવાન હનુમાનનું એક એવું પણ મંદિર છે, જ્યાં તેમની પૂજા મહિલા સ્વરૂપે થાય છે.

  • આ પાછળ શું છે વાયકા?
  • લોકકથા જાણવા જેવી
  • મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા થાય છે

આ મંદિર આવેલુ છે મધ્યપ્રદેશના ઓરછા નજીક આવેલા રતનપુર ગામમાં. અહીં હનુમાનજીનું સ્વરૂપ મહિલાઓ જેવું છે. કહેવાય છે કે આખા વિશ્વમાં હનુમાનનું આવું બીજું એક પણ મંદિર નથી.

આ પાછળ શું છે વાયકા?
આમ તો ઘણા ધાર્મિક પુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ છે કે હનુમાનજી સ્ત્રી સ્વરૂપે પણ પૂજાય છે. પરંતુ આ અનોખુ મંદિર પુરાણોમાં લખેલી વાત સાબિત કરે છે. જો કે આ મંદિરની પાછળ પણ કથા છે. હકીકતમાં આ મંદિર બિલાસપુરના રાજા પૃથ્વીદેવજુએ કરાવ્યું હતું.

લોકકથા જાણવા જેવી
લોકકથા પ્રમાણે બિલાસપુરના રાજાને કોઢ હતો. એટલે ન તો તે કોઈને અડી શક્તો હતો, ન તો પોતાની વાસનાતૃપ્તિ કરી શક્તો હતો. જો કે આ રાજા હનુમાનજીનો ભક્ત હતો. કોઢથી પરેશાન રાજાને હંમેશા સુંદર મહિલાઓના સ્વપ્ન આવતા હતા. પરંતુ જીવનમાં ન તો તે લગ્ન કરી શક્તો હતો, ન તો મહિલાઓને અડી શક્તો હતો. એક દિવસ સપનામાં તેને એક મહિલા દેખાઈ. આ મહિલા દેખાવમાં તો સ્ત્રી જેવી જ હતી, પરંતુ તેનું સ્વરૂપ ભગવાન હનુમાન જેવું હતું.

સ્વપ્નમાં હનુમાનજી જેવી દેખાતી મહિલા આવી
કથા પ્રમાણે રાજાને સ્વપ્નમાં હનુમાનજી જેવી દેખાતી મહિલા આવી, અને પોતાનું મંદિર બનાવવાની વાત કરી. સાથે જ આ મહિલાએ મંદિરની પાછળ તળાવ બાંધવાની પણ વાત કરી. સાથે જ રાજાને કહ્યું કે આ તળાવમાં નહાતા જ તેનો રોગ દૂર થઈ જશે.

મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા થાય છે
બીજા દિવસે રાજાએ પોતે સપનામાં જોયેલી સ્ત્રી જેવી જ પ્રતિમા બનાવવા આદેશ આપ્યો. સાથે જ એક મંદિર અને તળાવનું નિર્માણ પણ કરાવ્યું. અને વિધિવિધાનથી હનુમાનજીની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરાવી. એ દિવસથી આ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા થાય છે.

આ મંદિરની ખાસિયત છે કે અહીં ભગવાન હનુમાનજીની પ્રતિમાનો શ્રૃંગાર મહિલાઓ જેવો જ કરવામાં આવે છે. તેમને મહિલાઓી જેમ જ ઘરેણાં ચડાવવામાં આવે છે. એટલે સુધી કે હનુમાનજીની પ્રતિમાને નથણી પણ પહેરાવાઈ છે.

ભગવાન રામ કરે છે રાજ
હનુમાનજીના આ અનોખા મંદિરની પાસે જ બીજું એક અનોખું મંદિર છે. આ મંદિર પરમપૂજ્ય ભગવાન રામનું છે. આ મંદિર પણ ખાસ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરમાં રામની ભગવાન તરીકે નહીં પરંતુ રાજા તરીકે પૂજા થાય છે.

અહીં પરંપરા છે કે રામ મંદિરના દ્વાર ખુલતા જ સૈન્યના જવાનો તેમને સલામી આપે છે. આ મંદિર એક સમયે બુંદેલખંડની રાજધાની ઓરછામાં હતું. ગાઢ જંગલો અને કુદરતી સોંદર્ય વચ્ચે આવેલું આ મંદિર બેતવા નદીના કિનારા પર સ્થિત છે.

મંદિર અંગેની કથા
કહેવાય છે કે ઓરછાની રાણી રાનીકુંવારી ભગવાન રામના ભક્ત હતા અને રાજા ભગવાન કૃષ્ણના ભક્ત હતા. રાજા હંમેશા રાણીને વૃંદાવન લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ રાણી હંમેશા અયોધ્યા જતી હતી. એક દિવસ મજાકમાં રાજાએ રાણીને કહ્યું કે તમે આટલા મોટા ભક્ત છો તો તમારા ભગવાન રામને અહીં લઈ આવો. રાણીએ આ વાત ગંભીરતાથી લઈને અયોધ્યાથી રામને અહીં લાવવાનું નક્કી કરી લીધું.

બાદમાં રાણીએ ઓરછામાં પોતાના કિલ્લાની સામે જ મંદિર બંધાવ્યું, અને અયોધ્યા જઈને સરયૂ નદીના કિનારે તપ કરવા લાગ્યા. લાંબો સમય વીતવા છતાંય ભગવાન રામે તેમને દર્શન ન આપ્યા. છેવટે રાણીએ પોતાના પ્રાણ ત્યાગવાની કોશિશ કરી ત્યારે ભગવાન શ્રીરામે એક બાળકના સ્વરૂપે દર્શન આપ્યા.

રાણીએ જ્યારે ભગવાન રામને પોતાની સાથે આવવા કહ્યું, તો ભગવાને રાણી સામે એક શરત મૂકી. ભગવાન રામે કહ્યું કે ઓરછામાં તેમને રાજાનું જ સ્થાન જોઈશે. રાણીએ ભગવાનની વાત માની અને ભગવાનને ઓરછા લઈ આવ્યા. ત્યારથી આ મંદિરમાં ભગવાન રામની પૂજા રાજા તરીકે જ થાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ