બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / gyanvapi masjid row why nandi face towards mosque 4 claims in favor of shivling

વારાણસી / નંદીનું મોં બરાબર જ્ઞાનવાપી સામે કેમ? ભોંયરામાં પૂજા કેમ બંધ થઈ હતી, કોણ કરતું હતું? 'હિંદુ જીત' બાદ ખુલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 04:22 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હોવાનો એએસઆઈનો દાવો વધારે પુષ્ટ થયો છે કારણ કે વારાણસી કોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિંદુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે.

  • જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષની મોટી જીત
  • વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસ ભોંયરામાં પૂજાનો અધિકાર આપ્યો 
  • મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવાઈ હોવાનો એએસઆઈનો દાવો
  • કાશી વિશ્વનાથ મહાદેવમાં નંદીનું મોં જ્ઞાનવાપી મસ્જિદની સામે છે 

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર લગોલગ આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષની મોટી જીત થઈ છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને  જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. વ્યાસ ભોંયરામાં 1993 સુધી પૂજા થતી હતી ત્યાર બાદ મુસ્લિમોના વિરોધને કારણે તે બંધ થઈ હતી અને 31 વર્ષ સુધી બે બંધ રહી હતી પરંતુ હવે ફરી શરુ થશે. 

સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં કરતો હતો નિયમિત પૂજા 
સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના કરતો હતો. વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર વ્યાસે પુન: પૂજા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે અરજી દાખલ કરીને કહ્યું કે 1993થી ભોંયરામાં પૂજા-અર્ચના બંધ થઇ ગઇ છે. હાલ આ ભોંયરું અંજુમન ઈન્તેજામિયા મસાજીદ સમિતી પાસે છે. ભોંયરું ડીએમની દેખરેખને સોંપવામાં આવ્યું હોવાથી, ત્યાં ફરીથી પૂજા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે 17 જાન્યુઆરીએ ડીએમને ભોંયરાનો કબજો લેવાનો આદેશ આપ્યો હતો. આ પછી, 24 જાન્યુઆરીએ, ડીએમ દ્વારા ભોંયરું લેવામાં આવ્યું હતું.

કેમેરામેને નંદીની મૂર્તિ જોઈ હોવાનો દાવો 
જ્ઞાનવાપી મસ્જિદની અંદર સર્વે કરી રહેલી ટીમના કેમેરામેને મોટો દાવો કર્યો છે. કેમેરામેન ગણેશ શર્માનો દાવો છે કે તેણે મસ્જિદની દિવાલ પર સ્વસ્તિકના નિશાન જોયા છે.
પરિક્રમા કરતી વખતે નંદીની મૂર્તિ પણ જોઈ છે. ગણેશ શર્માએ મસ્જિદની દિવાલો પર હિંદુ ધર્મ સાથે સંબંધિત પ્રતીકો જોયા હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે. શ્રૃંગાર ગૌરી પાસે પણ આકૃતિઓ છે. 

નંદીનું મોં જ્ઞાનવાપી મસ્જિદની સામે કેમ? 
કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન નંદીનું મોં બરાબર જ્ઞાનવાપી મસ્જિદ સામે છે. મંદિર અને મસ્જિદની વચ્ચે લોખંડની ગ્રીલ છે. એવો દાવો કરવામાં આવે છે કે જ્ઞાનવાપીમાં શિવલિંગથી નંદીનું અંતર 83 ફૂટ છે. એટલે જ હિન્દુ પક્ષ કહે છે કે વજુખાનામાં માત્ર શિવલિંગ છે, જ્યારે હિન્દુ પક્ષના વકીલોનું કહેવું છે કે જો એ શિવલિંગ નથી તો પછી નંદીનું મોં મસ્જિદ સામે કેમ છે. 

ઘણા પછી મંદિરમાં નંદીની મૂર્તિ મૂકાઈ 
આ દાવા પર મુસ્લિમ પક્ષના વકીલ રઈસ અહમદ અન્સારીએ કહ્યું કે, "આ સંદર્ભમાં, અમે એ ન કહી શકીએ કે નંદીની સ્થાપના ક્યારે અને શા માટે કરવામાં આવી? અમારી માહિતી મુજબ, મંદિર પરિસરમાં ઘણા સમય પછી નંદીની મૂર્તિ બનાવાઈ હતી જ્યાં નંદીની સ્થાપના કરવામાં આવી છે. હાલ તો એ બારાદરી તૂટી ગઈ છે અને હવે કોરિડોર બનાવવામાં આવ્યો છે.

1664માં ઔરંગઝેબે 1664માં મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવી 
કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.

આજે વારાણસી કોર્ટે શું ચુકાદો આપ્યો
ભારતીય પુરાતત્વ સર્વેના રિપોર્ટ બાદ આજે વારાણસી કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીમાં આવેલા વ્યાસના ભોંયરામાં પૂજાનો અધિકાર આપ્યો છે. એટલે હવે ત્યાં પૂજા શરુ થઈ શકશે. છેલ્લે 1993ની સાલમાં વ્યાસના ભોંયરામાં પૂજા થઈ હતી ત્યારથી આજ દિન સુધી બંધ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ