બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / guru pushya yoga 2023 upay on 25 may do these astro remedies for blessing of mata lakshmi

ધર્મ / આ દિવસે બની રહ્યો છે, ગુરુ પુષ્ય યોગ: વિધિ અનુસાર કરો પૂજા થશે વિશેષ લાભ

Manisha Jogi

Last Updated: 05:40 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર ગુરુ પુષ્ય યોગમાં પૂજા પાઠ , સ્નાન, દાન અને ખરીદી કરવાથી ભક્તને વધારે લાભ થાય છે.

  • આ વર્ષના બીજા ગુરુ પુષ્ય યોગનું નિર્માણ
  • જીવનમાં આવનારી તકલીફો દૂર થઇ જાય
  • સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે

હિંદુ  પંચાંગ અનુસાર જેઠ મહિનના સુદ છઠના દિવસે આ વર્ષના બીજા ગુરુ પુષ્ય યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ 25 મે 2023 ના રોજ ગુરુવારે સવારે 05:26 થી સાંજે 05:55 સુધી રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર ગુરુ પુષ્ય યોગમાં પૂજા પાઠ , સ્નાન, દાન  અને ખરીદી કરવાથી ભક્તને વધારે લાભ થાય છે. જીવનમાં આવનારી તકલીફો દૂર થઇ જાય છે. શાસ્ત્રોમાં ગુરુ પુષ્ય યોગના સંદર્ભમાં કેટલાક નિયમો અને વિધિ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ભક્તને સુખ-સમૃદ્ધિ મેળવવાના આશીર્વાદ મળે છે.

ગુરુ પુષ્ય યોગ પૂજા વિધિ 
ગુરુ પુષ્ય યોગના દિવસે પીળા કલરના કપડાં પહેરવા જોઈએ. નહાવાના પાણીમાં એક ચપટી હળદર જરૂરથી નાખવી. સ્નાન-ધ્યાન કર્યાં બાદ  વિધિવત દેવી દેવતાઓની ઉપાસના કરવી અને દીવો પ્રગટાવવો. જે લોકો ગુરુવારનું વ્રત કરે છે, તેમણે વ્રતનો સંકલ્પ લેવો. પ્રદોષ કાળમાં ઘીનો દીવો પ્રગટાવવો  અને કનક ધારા સાધનની વિધિવત્ પૂજા કરવી. આ દરમિયાન પીળા  ફૂલ, હળદર, ધૂપ-દીવા વગેરે અર્પિત કરો. અંતમાં કનક ધારા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવા.

ગુરુ પુષ્ય યોગનો નિયમ
ગુરુ પુષ્ય યોગના દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી અનેક સમસ્યા દૂર થાય છે. પૂજા પાઠ અથવા નવું કામ શરૂ કરવા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન વિવાહ ના કરવા, જેથી વંશ પર અસર પડે છે.

કયા કાર્યોથી લાભ થાય છે
ગુરુ પુષ્ય યોગને ધનતેરસ સમાન ફળદાયી માનવામાં આવે છે. આ કારણોસર આ દિવસે સોના ચાંજી, ઘર, જમીન, વાહનની ખરીદીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિશેષ દિવસે રોકાણ કરવાથી વિશેષ લાભ થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ