બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujrat forecast for 3 days of heavy winds, 2 to 3 inches of rain

એલર્ટ! / ગુજરાતમાં 3 દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી, 2થી 3 ઇંચ વરસાદ વરસશે, જુઓ કયા-કયા વિસ્તારો પર સંકટ

Priyakant

Last Updated: 11:53 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paresh Goswami Forecast Latest News: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે  2 થી 3 ઇંચ વરસાદ પડશે

  • રાજ્યના હવામાનમા આવશે પલટો 
  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
  • 25 થી 27 નવેમ્બર કમોસમી વરસાદની આગાહી

Paresh Goswami Forecast : ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ધીમીધારે હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોએ માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરતાં કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડવાની શક્યતા  છે. આ સાથે માવઠાને લઇ રવિ પાકને મોટું નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. 

જાણો ક્યાં-ક્યાં કરાઇ માવઠાની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. 

જાણો ક્યાં-ક્યાં કરાઇ માવઠાની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠાની સૌથી વધુ અસર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. અહી લગભગ 2 ઇંચ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે.  મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં બે ઇંચ તથા તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને  મહેસાણા જિલ્લામાં પણ 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાનો વરસાદ જોવા મળી શકે છે. 

છેલ્લા 4 વર્ષનું સૌથી તીવ્રતાવાળું માવઠું 
આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ