બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / GUJCET Hall Tickets 2024 Hall ticket download for Gujcat exam has started

ગાંધીનગર / ઉમેદવારો ધ્યાન આપે ! ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરુ, જાણી લો પ્રોસેસ

Dinesh

Last Updated: 04:03 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GUJCET Hall Tickets 2024: ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી Download કરવાનું રહેશે

રાજ્યમાં ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્રે જણાવીએ કે, 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ઓળખનો પુરાવો સાથે રાખવો ફરજિયાત જણાવાયું છે
    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીંમાં જણાવ્યું છે કે તા.31 માર્ચ 2024, રવિવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) - 2024ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી મૂકવામાં આવે છે. જેની ગુજકેટ-2024ની પરીક્ષાના તમામ ઉમેદવારોએ, વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓએ નોંધ લેવા વિનંતી છે.

આ રીતે ડાઉનલોડ કરી શકશો

અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, ગુજકેટ-2024ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી Download કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2024 માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ (પ્રવેશિકા) Search કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશો.

હોલટીકીટ પર શાળાના આચાર્યઓના સહી સિક્કા કરાવવો

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-2024 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. ગુજકેટ-2024 માટેના એડમિશન કાર્ડ (પ્રવેશિકા /Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યઓના સહી સિક્કા કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.

વાંચવા જેવું: છોટાઉદેપુર અને અમદાવાદના SPની ટ્રાન્સફર, ગુજરાત સહિત 4 રાજ્યોમાં બદલાયા અધિકારીઓ

ઉમેદવારો(પરીક્ષાર્થી) માટે ખાસ નોંધ

ગુજકેટ-2024 પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) સાથે કોઇ પણ એક ફોટો આઇ.ડી પ્રૂફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષાની હોલટીકીટ) સાથે લઇ જવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવી..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ