બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujcat exam hall ticket released on the website students

GUJCET / ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ પર મુકાઇ, વિદ્યાર્થીઓ આજથી કરી શકશે ડાઉનલોડ

Kishor

Last Updated: 11:47 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજકેટ ૨૦૨૩ની પરીક્ષાની હોલ ટીકીટ જાહેર થઈ છે જે ફક્ત ઓનલાઈન મૂકાંઈ હોવાથી પરિક્ષાર્થીઓને આજથી જ ડાઈનલોડ કરવા અનુરોધ કરાયો છે.મહત્વનું છે કે 3 એપ્રિલના રોજ યોજાનાર આ પરીક્ષા 1.30 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

 

  • ગુજકેટ ૨૦૨૩ની પરીક્ષાની હોલ ટીકીટ જાહેર
  • ગુજકેટ પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા સૂચન
  • ટીકીટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મુકાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જે તા.૦૩/૦૪ સોમવારના રોજ યોજાશે. ત્યારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૩ની-પરીક્ષાની હોલ ટીકીટ ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે. જેને લઈને ગુજકેટ-૨૦૨૩ ની પરીક્ષાના તમામ ઉમેદવારોએ વાલીઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોએ નોંધ લેવા જણાવ્યું છે.

ગુજકેટ-૨૦૨૩ ની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ હોલ ટીકીટ બોર્ડની વેબસાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી  ડાઉનલોડ કરી લેવા જણાવ્યું છે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૩ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી ટિકીટ ડાઉનલોડ કરી શકાશે. આ દરમિયાન ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ,પ્રવેશિકા સર્ચ કરી, જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉનલોડ કરી શકાશે.

ટીકીટ ઓનલાઈન માધ્યમથી જ મળશે

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પોતાના ઈન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી લોગ-ઈન થઈ પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૩ માટેના ઉમેદવારો ટીકીટ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.ટીકીટ માત્રને માત્ર ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો. 

VTV Gujarati News and Beyond on Twitter: "બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ  અટકાવવા નિર્ણય: ચોરી કરનારા વિદ્યાર્થીને મળશે કડક સજા, વિદ્યાર્થી 2 વર્ષ  નહીં આપી શકે ...

ઉમેદવારો માટે ખાસ નોંધ

ગુજકેટ-૨૦૨૩ પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન હોલ ટીકીટ સાથે કોઈ પણ એક ફોટો આઈ.ડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ની પરીક્ષાની હોલટિકિટ) સાથે લઈ જવાનું રહેશે, આ અંગે નોંધ લેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા બી.એમ સોલંકી દ્વારા જણાવાયું છે.

3 એપ્રિલે યોજાશે પરીક્ષા
ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023 જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ 2023ને સોમવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. 

1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
વિગતવાર વાત કરીએ રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ