બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gujarat's main dam has burst, irrigation will not be a problem even in summer

જળસંગ્રહ / ખેડૂતો માટે ભરપૂર સમાચાર: ગુજરાતના મુખ્ય ડેમ થયા છલોછલ, ઉનાળામાં પણ સિંચાઇની નહીં પડે તકલીફ, જાણો કયા ડેમની હાલ કેવી સ્થિતિ

Dinesh

Last Updated: 05:41 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે, 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ કરાયો છે જ્યારે 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ છે.

  • નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત્
  • ડેમમાં 7.85 લાખ ક્યુસેક પાણીની આવક
  • ડેમમાંથી 4.94 લાખ ક્યુસેક પાણી છોડાયું


મધ્યભારતમાં વરસેલા જોરદાર વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યું છે. નદીની જળસપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિતના જળાશયો છલોછલ ભરાયા છે. ધરોઈ, ઘોડાધ્રોઈ , મુક્તેશ્વર સહિતના અનેક નાના મોટા ડેમોમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.

ધરોઈ ડેમમાં પાણીની આવક
ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ડેમના 4 દરવાજા ખોલી ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. જેના પગલે સપ્તેશ્વર મંદિર પાસે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીના પ્રવાહની વચ્ચે પ્રવાસીઓએ ન્હાવાની મજા માણી હતી.

ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાયો
મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે. મોરબી અને માળિયા તાલુકાના 10 ગામને અલર્ટ કરાયા છે. 5 હજાર 600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 

નર્મદા ડેમમાં 7.85 લાખ કેયુસેક પાણીની આવક 
નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. ડેમમા 7.85 લાખ કેયુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 4.94 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યુ છે. 
 

મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક
બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીર આવતા ડેમની જળસપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે. ડેમમાં 7% પાણી આવતા ડેમ 60% ભરાયો છે. 

ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો
મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. વરસાદને પગલે 28.36 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવકને લઇ 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાં હાલ 92.80 ટકા પાણીનો જથ્થો છે.

ઉકાઈ ડેમમાં 1.39 લાખ ક્યુસેક પાણીની આવક 
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું  જોર ઘટ્યું છે. હાલ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. ઉકાઈ ડેમમાં 1.39 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1.49 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમના 14 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 342 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે. 

જળાશયો હાઈ એલર્ટ પર 
રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 85 ટકા મધ્ય ગુજરાત 93 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરામાં 84 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 138 ટકા વરસાદ નોંધાયો છે.  28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ કરાયો છે. 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ છે. તેમજ 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. 90 જળાશયો હાઈ એલર્ટ પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ