બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati Kavi Dadudan Gadhvi kavi Dad passed away

નિધન / પદ્મશ્રી કવિ દાદ બાપુનું નિધન, ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ

Hiren

Last Updated: 09:05 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સાહિત્યને તેમના શબ્દોથી અજવાળનાર કવિ દાદુદાન ગઢવી(કવિ દાદ)નું નિધન થયું છે. કવિ દાદબાપુની વિદાયથી ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ પડી છે.

  • પદ્મશ્રી એવોર્ડ વિજેતા કવિ દાદ બાપુનું નિધન
  • કવિ દાદબાપુની વિદાયથી ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ
  • કવિ દાદની નિધનથી કલા જગતમાં શોકનો માહોલ

ધણા સમયથી બિમાર પદ્મશ્રી કવિ દાદ બાપુનું નિધન થયું છે. કવિ દાદના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ગરવા ગિરનારના કવિ દાદને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાયા હતા. કવિ દાદ મૂળ ઇશ્વરિયાના હતા. 82 વર્ષિય કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 

પદ્મશ્રી પહેલા કવિ દાદને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની રચનામાં માટીની મહેક અને ગુજરાતની પરંપરાની ઝલક છે. તેથી તેમની દરેક રચના સૌ કોઇને એટલી જ પોતીકી લાગે છે.

કવિ દાદની અદભૂત અમર રચનાઓ

કવિ દાદે 15થી વધુ ગુજરાતી ફિલ્મમાં યાદગાર ગીતો આપ્યા છે. કવિ દાદનું કન્યા વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો” ખૂબ લોકપ્રિય છે. કવિ દાદે લોકગીત ઉપરાંત અનેક ભજનની પણ રચના કરી છે. કૈલાશ કે નિવાસ પ્રખ્યાત શિવજીનું ભજન દાદની કલમે જ લખાયેલું છે. તો હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા હતા.

કવિ દાદ માત્ર 4 ધોરણ પાસ હતા

કવિ દાદ માત્ર ચાર ધોરણ પાસ હતા પરંતુ તેના પર અનેક થીસિસ તૈયાર થયા છે. ગીતો અને કવિતામાં તેમનું ખેડાણ નોંધનિય છે.‘ટેરવા’ તેમનો સૌથી લોકપ્રિય ગ્રંથ છે. જે 8 ભાગમાં પ્રકાશિત થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ